બનાસકાંઠાના થરા-રાધનપુર હાઇવે પરની દર્શન હોટલ નજીક એક દુર્ઘટના બની છે. જેમાં બેકાબૂ કારે રોડની સાઈડમાં 10 લોકોને અડફેટે લીધા છે. જેમાં કારની અડફેટે એક બાળક અને મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે.
દારૂના નશામાં શખ્સ ચલાવી રહ્યો હતો બેફામ રીતે કાર
કારની અડફેટે એક બાળક, મહિલાનું ઘટનાસ્થળે મોત
અન્ય 8 ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
કેન્દ્ર સરકાર દ્વારા રોડ અકસ્માત અટકાવવા માટે કાયદાઓ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે કેટલાક લોકો કાયદાઓનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ઓવરસ્પીડ અને નશામાં વાહન ચલાવી રહ્યા છે. ત્યારે બેફામ કારે એક દુર્ઘટના સર્જી છે.
થરા-રાધનપુર હાઇવે પર દારૂના નશામાં શખ્સ બેફામ રીતે કાર ચલાવી રહ્યો હતો. તે દરમિયાન કાર બેકાબૂ થતા રોડની સાઈડમાં 10 જેટલા લોકોને અડફેટે લઇ લીધા હતા. જેમાં આ કારની અડફેટે એક બાળક, મહિલાનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. જ્યારે અન્ય 8 ઈજાગ્રસ્તોને સારવાર માટે થરા રેફરલ હોસ્પિટલ ખસેડાયા છે.
ઈજાગ્રસ્તોની થરા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. જ્યાં હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળાં ઉમટ્યાં છે. મહત્વનું છે કે, થરા પોલીસે નશાખોર કારચાલકની અટકાયત કરી છે.