બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / drunk and drive accidental death in Gujarat NCRB
Gayatri
Last Updated: 12:17 PM, 17 January 2020
ADVERTISEMENT
નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) ના એક્સિડેન્ટલ ડેથ અને સુસાઈડ ઈન ઈન્ડિયા 2018ના આંકડામાં ગુજરાત માટે ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં 2017માં ડ્રંક એન્ડ ડ્રાઈવના 51 કેસ નોંધાયા હતા જે 2018માં 300એ પહોંચ્યા છે. જ્યારે ઘાયલોની સંખ્યા પણ વધી છે. 2017માં ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસમાં 67 ઘાયલ થયા હતા જ્યારે 2018માં આ આંકડો 296એ પહોંચ્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષે ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસમાં ખુબ વધારો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
બપોરના 3થી રાતના 9 સુધીમાં સૌથી વધુ અકસ્માત
ગુજરાતમાં મોટા ભાગના રોડ જીવલેણ અકસ્માત બપોરના 3 વાગ્યાથી રાતના 9 વાગ્યા સુધીમાં નોંધાયા છે. આ સમયગાળામાં કુલ અકસ્માતોના 34.7 ટકા અકસ્માત નોધાયા છે.
ગુજરાતમાં થયેલા અકસ્માત
ડ્રંક એન્ડ ડ્રાઈવથી અકસ્માતના આંકડા |
||
શહેર | 2017 | 2018 |
અમદાવાદ | 1550 | 1617 |
સુરત | 757 | 948 |
રાજકોટ | 617 | 568 |
વડોદરા | 867 | 776 |
ગુજરાત | 18631 | 18414 |
રાજ્યમાં રોજના 22 લોકો રોડ અકસ્માતમાં જીવ ગુમાવે છે. ગુજરાતમાં 2018માં રોડ અકસ્માતમાં 8040 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
ડ્રંક એન્ડ ડ્રાઈવથી મોતના આંકડા |
|
શહેર | મોત |
અમદાવાદ | 373 |
સુરત | 318 |
રાજકોચ | 202 |
વડોદરા | 182 |
ગુજરાત | 8040 |
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.