બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટ / ગુજરાતમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત, રાજકોટમાંથી ઝડપાયું MD ડ્રગ્સ, 2 આરોપીની ધરપકડ
Last Updated: 10:14 PM, 23 July 2024
રાજ્યમાંથી ડ્રગ્સનું દૂષણ દૂર રાખવા માટે અવાર-નવાર ડ્રાઈવનું આયોજન કરવામાં આવે છે. આમ છતાં રાજ્યમાંથી ડ્રગ્સ મળવાની ઘટના હવે છાશવારે બનતું હોવાનું સામે આવે છે. રાજ્યના વિવિધ દરિયાકિનારેથી ડ્રગ્સ મળવાની ઘટના અવાર-નવાર સામે આવે છે, ત્યારે રાજકોટમાંથી ફરી MD ડ્રગ્સ મળ્યું છે.
ADVERTISEMENT
રાજકોટમાંથી 9.85 લાખના MD ડ્રગ્સ ઝડપાયો
ADVERTISEMENT
SOGએ રાજકોટમાંથી 9.85 લાખના MD ડ્રગ્સ સાથે પાર્થ મકવાણા અને સાહિલ સોઢા નામના આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી પ્રતિગ્રામ 2 હજાર 500 રૂપિયામાં ડ્રગ્સનું વેચાણ કરતા હતા. જેથી SOGએ બંને આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.
આ પણ વાંચો: ગુજરાતમાં દારૂબંધીના ઉડ્યા ધજાગરા! અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં જ મળી દારૂની ખાલી બોટલો
અગાઉ સુરતમાંથી ડ્રગ્સ ઝડપાયું હતું
થોડા દિવસ અગાઉ સુરતમાં ડ્રગ્સ ઘુસાડનાર ઈસમની બાતમીના આધારે સુરત SOG દ્વારા કેટલાક આરોપીએની ધરપકડ કરી હતી. SOGને બાતમી મળી હતી કે રાજસ્થાનમાંથી સુરતમાં ડ્રગ્સ ઘુસાડનાર એક ઈસમ ઉધના દરવાજા પાસે આવેલ હોટલ ધ ગ્રાન્ડ વિલા ઇનના રૂમ નંબર 704 માં રોકાયો. જે બાતમીના આધારે દરોડો પાડીને ચેતન શાહુ નામના ઇસમની ધરપકડ કરવામાં આવી હતી. તેની પાસેથી પોલીસને 354 ગ્રામ MD ડ્રગ્સ મળી આવ્યું હતુ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.