કોરોના વાયરસ / સુરતમાં લોકડાઉનનો ચુસ્તપણે અમલ, આકાશી દ્રશ્યોમાં કેદ થયા સૂમસામ રસ્તા

સુરતમાં લોકો લોકડાઉનનો કડક અમલ કરી રહ્યા છે..લોકો જરૂર હોય તો જ ઘરની બહાર નીકળી રહ્યા છે. દિવસ રાત ધમધમતું સુરત શહેર હાલ સુમસામ બન્યું છે. શહેરના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, જે જગ્યાએ સેંકડો લોકો એકઠાં થયા હોય, વાહનોની સતત અવર જવર હોય તે જગ્યાઓ પર હાલ કોઈ જોવા નથી મળી રહ્યું. તંત્રને પણ આશા છે કે, આગામી 31 તારીખ સુધી લોકો આવી રીતે જ લોકડાઉનનું ચુસ્ત પાલન કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ