drone carrying a donated kidney landed at the University of Maryland Medical Center for a transplant
હેલ્થ /
પ્રથમ વખત અમેરિકામાં ડ્રોનથી 5 કિલોમીટર દૂર હોસ્પિટલમાં કિડની મોકલાઈ
Team VTV03:34 PM, 02 May 19
| Updated: 03:41 PM, 02 May 19
અમેરિકાના બાલ્ટીમોરથી મેરિલેન્ડની હોસ્પિટલમાં ડ્રોન દ્વારા કિડની મોકલવામાં સફળતા મળી છે. ડ્રોને પાંચ કિલોમીટરના અંતરે ૧૦ મિનિટમાં કિડની પહોંચાડી છે.
અમેરિકાના બાલ્ટીમોરથી મેરિલેન્ડની હોસ્પિટલમાં ડ્રોન દ્વારા કિડની મોકલવામાં સફળતા મળી છે. ડ્રોને પાંચ કિલોમીટરના અંતરે ૧૦ મિનિટમાં કિડની પહોંચાડી છે. આ કિડની ૪૪ વર્ષીય મહિલામાં ટ્રાન્સપ્લાન્ટ કરાઇ છે. યુનિવર્સિટી ઓફ મેેરિલેન્ડ મેડિકલ સેન્ટરના ડોકટરોએ જણાવ્યું કે બાલ્ટીમોરની મહિલા આઠ વર્ષથી ડાયાલિસીસ પર હતી. તેને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાઇ છે. કિડની સુરિક્ષત પહોંચે તે પહેલાં મેડિકલનો સામાન રાખીને ડ્રોનને ટેસ્ટિંગ કરાયું હતું. તેમાં સલાઇન અને બ્લડ ટયૂબ જેવી વસ્તુઓ સામેલ હતી.
ત્યાર બાદ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનની દેખરેખ હેઠળ કિડની હોસ્પિટલ મોકલાઇ. ડોકટરોની ટીમ પણ ડ્રોનનું મોનિટરિંગ કરી રહી હતી. એફએએફનું કહેવું છે કે આ કામને નિષ્ણાતોની સમગ્ર ટીમે અંજામ આપ્યો. ટીમ સાથે જોડાયેલા નિષ્ણાતોએ એમ પણ જણાવ્યું કે કેટલાંક વર્ષો પહેલાં આ અંગે વિચારાયું હતું, પરંતુ કોઇ પણ વ્યકિતએ આશા રાખી નહોતી કે આવું ખરેખર શકય બનશે.