બ્રેકિંગ ન્યુઝ
VTV / Dr.Mansukh Mandaviya online meeting with state and uts health ministers to discuss about covid19 cases in India
Vaidehi
Last Updated: 04:55 PM, 7 April 2023
ADVERTISEMENT
દેશમાં કોરોનાનાં વધી રહેલા મામલાઓની વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યોનાં સ્વાસ્થ્ય મંત્રીઓની સાથે આજે ઓનલાઈન બેઠક કરી હતી. આ મીટિંગમાં મનસુખ માંડવિયાએ કોરોનાનાં પ્રબંધન માટે જાહેર આરોગ્યની સજ્જતા અને રાજ્યોની સાથે કોવિડ-19નાં વેક્સિનેશનની પ્રોગ્રેસને રિવ્યૂ કર્યું.
માસ્ક ફરજિયાત નહીં...
બેઠક દરમિયાન આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્યોને સહયોગાત્મક ભાવનાથી કામ કરવાની જરૂર છે. આ જ વાત છેલ્લી વખત પણ કહેવામાં આવી હતી. જો કે આ બેઠકમાં સૌથી વધુ મહત્વની વાત તો એ છે કે દેશમાં હજુ સુધી માસ્કને ફરજિયાત કરવામાં આવ્યું નથી અને રાજ્યોને કહેવામાં આવ્યું છે કે કોવિડ ટેસ્ટિંગ અને સીક્વેંસિંગ પર ધ્યાન આપે.
ADVERTISEMENT
देश में कोविड-19 की स्थिति को लेकर राज्यों एवं UTs के स्वास्थ्य मंत्रियों के साथ समीक्षा बैठक की। इस दौरान कोविड टेस्टिंग एवं जीनोम सीक्वेंसिंग के साथ कोविड नियमों के पालन का प्रसार बढ़ाने पर बात हुई।
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) April 7, 2023
हमें सतर्क रहना है और अनावश्यक भय नहीं फैलाना है। pic.twitter.com/vSmOV9qr80
સ્થિતિની કરવામાં આવશે સમીક્ષા
તેમણે જણાવ્યું કે કોવિડ અનુરુપ વ્યવહાર માટે ટેસ્ટ-ટ્રેક-ટ્રીક- વેક્સિનેશન અને પાલનની પાંચ ગણી વ્યૂહરચના કોવિડ મેનેજમેન્ટ માટેની નીતિ બનેલી છે. રાજ્યનાં સ્વાસ્થ્ય મંત્રીઓએ 8 અને 9 એપ્રિલનાં જિલ્લા પ્રશાસન અને સ્વાસ્થ્ય અધિકારીઓની સાથે તૈયારીઓની સમીક્ષા કરવાનો અનુરોધ કર્યો હતો.
મૉક ડ્રિલ કરવાનો આદેશ
બેઠકમાં રાજ્યોને 10 અને 11 એપ્રિલનાં તમામ સ્વાસ્થ્ય કેન્દ્રો પર મૉક ડ્રિલ કરવાનું કહેવામાં આવ્યું છે. કેન્દ્રની તરફથી રાજ્યનાં સ્વાસ્થ્ય મંત્રીઓને કહેવામાં આવ્યું કે આ મૉક ડ્રિલને રિવ્યૂ કરવા માટે તે હોસ્પિટલની વીઝીટ કરે. સાથે જ રાજ્યોને સલાહ આપવામાં આવી કે તે સચેત રહે અને કોવિડ 19નાં પ્રબંધન માટે સંપૂર્ણ તૈયારીઓ રાખે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.