બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Driving License of 31 percent people is not made by just one mistake keep in mind during the test
Noor
Last Updated: 09:54 AM, 22 August 2021
ADVERTISEMENT
RTOના નિયમો મુજબ ડ્રાઈવ કરીને, આ ટેસ્ટ પાસ કર્યા બાદ જ ડ્રાઇવિંગ લાયસન્સ આપવામાં આવે છે. સાથે જ હાલમાં જ સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે નવા નિયમો લાગુ કર્યા છે, જે બાદ સરકાર ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરવા માટે સરકાર એક બાજુ વધુ એક ઓનલાઇન અરજીની સાથે રાજ્યોમાં RTOની સંખ્યામાં વધારો કરી રહી છે. બીજી બાજુ તે લાઇસન્સ મેળવવા માટે ટેસ્ટમાં ઘણાં વધુ પેરામીટર પણ ઉમેરી રહ્યું છે.
જોકે લોકો ટેસ્ટ માટે ડ્રાઇવિંગ કરતી વખતે તમામ સાવધાની રાખે છે, પરંતુ એક ભૂલ છે જેના કારણે તેઓ ટેસ્ટમાં નિષ્ફળ જાય છે અને તેમનું ડ્રાઇવિંગ લાઇસન્સ બનતું નથી. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયના એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. તો એ ભૂલ શું છે અને ડ્રાઇવિંગ લાયસન્સ માટે ટેસ્ટ આપતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ ચાલો જાણીએ.
ADVERTISEMENT
આ કારણથી ટેસ્ટમાં થાય છે ફેલ
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે દેશભરના RTOથી ડ્રાઇવિંગ લાઇસન્સ માટેના ટેસ્ટની રિપોર્ટ ફેલ થવાનું મુખ્ય કારણ શોધ્યા તો જાણકારી સામે આવી કે ફોર વ્હીલરના ટેસ્ટ દરમિયાન 31 ટકા લોકો રિવર્સ કરવામાં ભૂલો કરે છે. એટલે કે તેઓ સ્ટ્રેટ અને ડાબી અને જમણી તરફ ટર્ન કરીને તો ચલાવી લે છે પરંતુ જ્યારે રિવર્સ કરવાનું આવે છે ત્યારે ભૂલ કરી બેસે છે.
કેવા હશે નવા નિયમ
થોડા દિવસો પહેલાં જ નવા નિયમો અને પાસિંગ ટકાવારી પર ગૃહમાં લેખિત જવાબ દ્વારા કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે 'ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે અરજદારે ઓછાંમાં ઓછાં 69 ટકા લાવવા જરૂરી છે. એ પછી જ તે આગળની ટેસ્ટ માટે ક્વોલિફાઈ થશે. સાથે જ અરજદાર પાસે સ્પેશિયલ સ્કિલ જેવી કે લિમિટેડ અંતરે વાહનને જમણે-ડાબે ચલાવવું કે રિવર્સ કરવું. ટેસ્ટમાં રિવર્સ દરમિયાન અરજદારની એક્યૂરેસી પર ખાસ ધ્યાન આપવાનું કહ્યું છે.
આવો હશે નવો ટેસ્ટ
ટેસ્ટ આપવા માટે એપોઇન્ટમેન્ટ દરમિયાન અરજદારને માત્ર એક વીડિયો લિંક આપવામાં આવશે, જેમાં ડ્રાઇવિંગ ટેસ્ટ વિશે સંપૂર્ણ માહિતી હશે. આ સિવાય ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર એલઇડી સ્ક્રીન દ્વારા ટેસ્ટનો ડેમો અરજદારને બતાવવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.