driving license last chance 12 march to get old dl sarathi parivahan sewa apply online
કામની વાત /
વાહનચાલકો માટે મોટા સમાચાર: ડ્રાઈવિંગ લાયસન્સને ઓનલાઈન કરાવવાનો છેલ્લો મોકો, ફટાફટ પતાવી લો આ કામ
Team VTV03:55 PM, 20 Feb 22
| Updated: 03:55 PM, 20 Feb 22
ડ્રાઈવીંગ લાયસન્સ સાથે જોડાયેલા એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પરિવહન વિભાગ દ્વારા જૂના ડ્રાઈવિંગ લાયસન્સ રાખતા લોકોને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવાનો અંતિમ મોકો આપ્યો છે.
વાહનચાલકો માટે મોટા સમાચાર
ડ્રાઈવિંગ લાયસન્સ સાથે જોડાયેલ આ કામ પતાવી લો
નહીંતર રદ થઈ જશે ડ્રાઈવિંગ લાયસન્સ
ડ્રાઈવીંગ લાયસન્સ સાથે જોડાયેલા એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. પરિવહન વિભાગ દ્વારા જૂના ડ્રાઈવિંગ લાયસન્સ રાખતા લોકોને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવાનો અંતિમ મોકો આપ્યો છે. પરિવહન વિભાગે દેશના તમામ જિલ્લાના ડીટીઓને કહ્યું છે કે, હસ્તલિખિત ડીએલને ફટાફટ ઓનલાઈન કરાવો. વિભાગનું કહેવુ છે કે, બૈકલોક એન્ટ્રીની જોગવાઈ ભારત સરકારે સારથી વેબપોર્ટલ પર 12 માર્ચ સુધી ઉપલબ્ધ રહેશે. એટલા માટે 12 માર્ચ બાદથી હસ્તલિખિત લાયસન્સવાળા ડ્રાઈવીંગ લાયસન્સની બૈકલોક એન્ટ્રી નહીં કરાવી શકાય.
આ તારીખ સુધી કરાવી શકશો આ કામ
આપને જણાવી દઈએ કે, ભારત સરકારના નિર્દેશ બાદ આમ તો ડ્રાઈવિંગ લાયસન્સધારક, જેમનું ડીએલ બુકલેટ અથવા હાથથી લખેલુ આપવામાં આવ્યું છે અથવા તો ફોર્મ યા તો બુકલેટ માફક છે. તે તમામ હવે ઓનલાઈન કરવામાં આવશે. આવા લોકોને 12 માર્ચ સુધી સાંજના ચાર વાગ્યા સુધી રાજ્યોના જિલ્લા પરિવહન કાર્યલયોમાં મૂળ લાયસન્સ સાથે ઓનલાઈન એન્ટ્રી કરાવવી ફરજિયાત છે. પરવિહન વિભાગે આ સંબંધમાં રાજ્યોના તમામ RTO ને આદેશ જાહેર કરી દીધો છે.
હસ્તલિખિત ડીએલનું હવે શું થશે
જણાવી દઈએ કે, હસ્તલિખિત ડીએલને રાખવામાં ભારે મુશ્કેલીઓ આવે છે. પલળી જવાનું ફાટી જવાનું કે પછી ખરાબ થઈ જવાનો ડર હંમેશા સતાવતો હોય છે. પણ ચિપવાળા કાર્ડ ખરાબ થવાનો ડર રહેતો નથી. સાથે જ લાયસન્સ ચેકીંગ દરમિયાન આ પ્રકારના ડીએલને લઈને શંકામાંથી પણ છૂટકારો મળી જાય છે. ઓનલાઈન થઈ ગયા બાદ ડીએલની સમગ્ર જાણકારી સારથી વેબપોર્ટલ પર મળી રહેશે. જેને કોઈ પણ ક્યાંય પણ જોઈ શકે છે.
કોરોનાકાળમાં ઘણી મળી છે છૂટ
કોરોના કાળમાં સામાન્ય લોકોને કેટલાય પ્રકારની છૂટ મળી રહી છે. આ જ ક્રમમાં કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે પણ ડ્રાઈવીંગ લાયસન્સ, રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ, પરમિટ સહિત આરટીઓ સાથે જોડાયેલા કેટલાય કામોને લઈને વારંવાર તારીખો વધારવામા આવી છે. પણ હવે આ પ્રકારની છૂટ ખતમ થતી જાય છે. ત્યારે આવા સમયે આજની તારીખમાં ડીએલનો આધાર સાથે લિંક કરાવવું પણ એક જરૂરી કામ બની ગયું છે. એટલા માટે ડીએલ ઓનલાઈન થવાથી તમામ જાણકારી સરળતાથી મળી જશે. એટલા માટે પરિહન વિભાગે ડ્રાઈવીંગ લાયસન્સ અને આધાર કાર્ડને લિંક કરાવવાનો આદેશ આપ્યો છે.