બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Drinking water stopped for two weeks in Chandanagar in Sankheda taluka of Chhotaudepur district
Vishnu
Last Updated: 07:58 PM, 13 March 2022
ADVERTISEMENT
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં આવેલ ચંદાનગરમાં બે અઠવાડિયાથી પીવાનું પાણી બંધ થઇ ગયું છે. પાણીની નવી લાઇન ચાલુ કર્યા વિના જૂની લાઇન બંધ કરવામાં આવતાં ગ્રામ જનો હેરાન થઇ ગયા છે. વાસમો દ્વારા નલ સે જલમાં ઘરે ઘરે ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે. હાલમાં ગ્રામજનોને ટેન્કરના સહારે જીવી રહ્યાં છે. પીવાના પાણી માટે પડાપડી થઈ રહી છે. સંખેડા તાલુકામાં પાણી પૂરવઠા વિભાગની બેદરકારીથી ચંદાનગરના રહીશોને પીવાના પાણી માટે ટેન્કરનો આધાર લેવો પડ્યો છે. છેલ્લા બે અઠવાડિયાથી પાણીની સમસ્યા છે.
ADVERTISEMENT
છેલ્લા બે અઠવાડિયાથી પાણી જ નથી આવતું
સંખેડા તાલુકામાં પાણી પૂરવઠા વિભાગની બેદરકારીથી ચંદાનગરના રહીશોને પીવાના પાણી માટે ટેન્કરનો આધાર લેવો પડ્યો છે. પાણી પુરવઠા વિભાગની બેદરકારીને કારણે રહીશોને ટેન્કરનો આધાર લેવાનો વારો આવે છે.. ચંદાનગર ગામે પાણી પૂરવઠા વિભાગની બેદરકારીને કારણે લોકોને પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે. છેલ્લા બે અઠવાડિયાથી પાણીની સમસ્યા છે. કાવિઠા ગામેથી ટેંકર મોકલીને અહિયા પાણી પુરુ પાડે છે. જુની લાઇન બંધ કરી પણ નવી લાઇન ચાલુ ન કરી. જેથી પાણીની સમસ્યા સર્જાઇ છે.સંખેડા તાલુકાના ચંદાનગર ગામે છેલ્લા બે અઠવાડિયાથી પીવાના પાણીની સમસ્યા સર્જાઇ છે.
જુની લાઇનનું પાણી બંધ કરી દીધું નવી લાઇનમાં મંજૂરીની રાહ
પીવાનું પાણી જ જો ટેંકરથી સ્થાનિકો ભરતા હોય તો ન્હાવા-ધોવા અને અન્ય કામ માટે પાણીની જરુરીયાત કેવી રીતે પુરી કરવી એ યક્ષપ્રશ્ન છે.ચંદાનગર ગામે બહાદરપુર-લોટીયા ગામ વચ્ચે બનેલી પાણીની ટાંકી મારફતે પીવાનું પાણી અત્યાર સુધી પુરુ પડાતું હતું. પણ આ ગામનો અન્ય જુથ પાણી પૂરવઠા યોજનામાં સમાવેશ કરાતા ગામને પીવાનુ પાણી પુરુ પાડવા માટે નવીન લાઇન કરવામાં આવી છે. પણ પાણી પૂરવઠા વિભાગે નવી લાઇનમાં હજી સુધી પાણી છોડ્યું નથી. એની પહેલા તો જુની લાઇનનું પાણી બંધ કરી દીધું. જેના કારણે ચંદાનગર ગામે પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઇ છે.પાણીની જે પાઇપ છે તે પણ હલકી ગુણવતા વાળી છે જેના કારણે પાઇપ પણ લીકેજ છે.
વાસમો પ્રોજેકટના તમામ નળ તૂટી ગયા
ચંદાનગર ગામ કાવિઠા ગ્રામ પંચાયતમાં આવે છે. ચંદાનગર ગામમાં પીવાના પાણી સમસ્યા હોવાના કારણે કાવિઠા ગામેથી દિવસના ઓછામાં ઓછા બે અને જરુરીયાત વધારે હોય તો ત્રણ ટેંકર પાણી મોકલવા માટેનું આયોજન કરી ટેંકર મોકલવાનું શરૂ કરી દેવાયું છે..પરંતુ આ ગ્રામ જનોને જે યોજનાનું પાણી આપવાનું છે તે માત્ર ભ્રષ્ટાચાર જ દેખાય છે..ઘરે ઘરે વાસમો પ્રોજેકટ દ્વારા નલ સે જલ માટે નળ નાખવામા આવ્યા છે તે પણ તૂટી ગયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.