અછત / રાજકોટમાં ઉનાળાની શરૂઆતમાં પીવાના પાણીની તંગીના એંધાણ

રાજકોટમાં ઉનાળાની શરૂઆતમાં પીવાના પાણીની તંગીના એંધાણ જોવા મળ્યા છે. આજી-1 ડેમમાં 20 દિવસ ચાલે તેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે. તો ન્યારી-1 ડેમમાં 50 દિવસ ચાલે તેટલું જ પાણી છે. જ્યારે ભાદર ડેમમાં 142 દિવસ ચાલે તેટલું જ પાણી બચ્યું છે. તો લાલપરી તળાવમાં જે પાણી છે તે પ્રદ્યુમન ઝુ માટે અનામત છે. જેને લઈને આગામી સમયમાં રાજકોટવાસીઓને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જો કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટને પાણી આપવાની ખાતરી આપી છે. પરંતું રાજકોટ મહાનગરપાલિકાએ પાણી મુદ્દે લખેલા પત્રનો સરકારે હજુ સુધી જવાબ નથી આપ્યો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ