સમસ્યા / રાજકોટ શહેર પાસે માર્ચ સુધીનું જ પીવાનું પાણી, રોજ 20 મિનિટ અપાય તો માર્ચ સુધી ચાલશે

રાજકોટ શહેરના લોકો માટે ચિંતાજનક સમાચાર છે. રાજકોટ શહેર પાસે માર્ચ સુધીનું જ પીવાનું પાણી છે. સ્થાનિક જળાશયોમાં માર્ચના અંત સુધી ચાલે એટલું જ પાણી બચ્યું છે. આમ જો રોજ 20 મિનિટ પાણી આપવામાં આવે તો માર્ચ સુધી પાણી ચાલશે. ત્યારબાદ શહેરને એપ્રિલથી નર્મદાના નીરની જરૂર પડશે. રાજકોટ મનપા દ્વારા સરકારમાં નર્મદા નીર માટે દરખાસ્ત મોકલાઇ છે. આજી, ન્યારી, ભાદર ડેમ ચોમાસામાં ઓવરફ્લો થાય છે. ત્યારે સારો વરસાદ છતાં પણ ઉનાળામાં પાણીકાપ આવે તેવી શક્યતા છે. રાજકોટની પાણીની સંગ્રહ ક્ષમતા જરૂરિયાત કરતા ઓછી છે.

બ્રેકિંગ ન્યૂઝ