સમસ્યા / ભર ઉનાળે પાણીનાં વલખાં! સૌરાષ્ટ્રમાં આ ગામનાં લોકો પાણી ભરવા કિલોમીટરોનો રઝળપાટ

Drinking water issue in Pipalva Village of Amreli district

રાજ્યમાં ચૂંટણીની ગરમી હવે શમી ગઈ છે. પરંતુ હવે ઊનાળાએ આકરો મિજાજ દર્શાવવાનું શરૂ કરી દીધું છે. પાણીનાં પોકાર રાજ્યનાં છેવાડાનાં વિસ્તારોમાંથી ઉઠવા લાગે તે સ્વભાવિક છે. ત્યારે અમરેલીનાં લાઠી તાલુકાનાં પીપળવા ગામે પાણીની સમસ્યાએ લોકોનું જીવન દોહ્યલું બનાવી દીધું છે. આ એ વિસ્તાર છે જ્યાંથી ચૂંટાઈને વિધાનસભામાં વિપક્ષનાં નેતા તરીકે પરેશભાઈ ધાનાણી વિકાસનાં મુદ્દે સરકારનો કાન આમળી રહ્યાં છે. પરંતુ તેમનાં જ મતવિસ્તારમાં તો લોકોને પાણી ભરવા કિલોમીટરો સુધી દૂર જવું પડે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ