ઉનાના 40થી વધુ ગામોના લોકો પીવાના પાણી માટે તરસ્યા, 20 વર્ષથી વેઠી રહ્યા છે હેરાનગતિ

By : admin 06:03 PM, 12 January 2019 | Updated : 06:03 PM, 12 January 2019
એક તરફ ગીર સોમનાથ જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ હતી અને 65 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. તો બીજી તરફ દરિયા કાંઠાના ગામોમાં અત્યારથી પાણીની પારાયણ ચાલુ થઈ ગઇ છે. ઉના તાલુકો દરિયા કાંઠે આવેલો છે અને દરિયા કાંઠે 40થી વધુ ગામો આવેલા છે. દરિયાના કારણે ગામોના પેટાળમાં જે પાણી હોય તે ખારું હોય છે અને પીવાલાયક હોતું નથી તો બીજી તરફ ઉનાના મુખ્ય 3 ડેમમાં ભરપૂર પાણી છે અને રાવલ જૂથ આધારિત યોજના દ્વારા પાણી વિતરણ થાય છે. 

પરંતુ આટલા માતબર વરસાદ બાદ પણ બંદર વિસ્તારના લોકોને ના છૂટકે વેચાતું પાણી લેવું પડે છે. ઉના તાલુકામાં આમ પણ મજૂર વર્ગ વધારે છે, જે મજૂરી કામ કરીને ઘર ચલાવતા હોય છે ત્યારે એવા લોકોને વેચાતું પાણી લેવું પોસાતું પણ ન હોય તો તેમને પાણી પુરવઠા વિભાગ એકાંતરે પાણી વિતરણ કરવામાં આવ છે. પંચાયતના સભ્યોની પાણી વિતરણ વ્યવસ્થામાં ખામીઓ છે, તો દાયકાઓ જૂની પાઇપ લાઈનોના કારણે ગામ સુધી પૂરતું પાણી પહોંચતું નથી. આ કુત્રિમ વ્યવસ્થાઓને ઠીક કરવાની ગ્રામજનો માંગ કરી રહ્યાં છે.

ગત 10 વર્ષમાં દર વર્ષે વરસાદ વધુ અથવા માફકસર પડે છે અને પાણીની સમસ્યા દર વર્ષે કાંઠાળના ગામોમાં ઉદભવે છે. પરંતુ એનો કોઈ કાયમી ઉકેલ નથી આવતો. પંચાયતના સભ્યોની પાણી વિતરણ વ્યવસ્થામાં ખામીઓ છે. તો દાયકાઓ જૂની પાઇપ લાઈનોના કારણે ગામ સુધી પૂરતું પાણી પહોંચતું નથી. ત્યારે સામાન્ય નાગરિક છતે પાણીએ પાણી વગર રહે છે. જેમ જેમ ઉનાળો આવશે એમ કાંઠાળના 40 ગામોમાં પાણીની અછત ઉભી થશે ત્યારે આ કુત્રિમ વ્યવસ્થાઓને ઠીક કરવાની માંગ ગ્રામજનો કરી રહ્યા છે.

પાઇપલાઇનના ભંગાણ બાદ આ પાઇપલાઇનનું યોગ્ય રીપેરીંગ કામ થતુ નથી. જેના કારણે લીકેજ રહી જાય છે અને ઉનાળાના સમયમાં પાણી વેડફાય જાય છે.Recent Story

Popular Story