બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / વરસાદમાં બીમારીઓથી બચાવશે આ ઘરેલુ નુસખો, માદા લોકો પણ થઈ જાય છે એક ઝાટકે બેઠા
Last Updated: 05:01 PM, 15 July 2024
લોકો પોતાના દિવસની શરૂઆત ચાની સાથે કરે છે. પરંતુ દૂધની ચાથી ઘણા લોકોને એસિડીટી થાય છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક નથી. તેથી દૂધની જગ્યાએ તુલસીની ચા પીવી જોઈએ. આર્યિવેદમાં પણ તેનો ઉપયોગનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જાણો દરરોજ સવારે તુલસીની ચા પીવાના ફાયદા વિશે.
ADVERTISEMENT
ઈમ્યુનિટી વધે છે
મોનસૂમાં ઈમ્યુનિટીનું ખાસ ધ્યાન રાખવું પડે છે નહીં તો ઈન્ફેક્શનનું જોખમ રહે છે. તુલસીની ચા પીવાથી ઈમ્યુનિટી સિસ્ટમ મજબૂત થાય છે. તુલસીમાં એન્ટિઓક્સિડન્ટ્સ હોય છે અને ઈન્ટિમાઈક્રોબિયલ ગુણ પણ હોય છે જે ઈમ્યુનિટી વધારે છે અને ઈન્ફેક્શનની સામે લડવામાં મદદ કરે છે.
ADVERTISEMENT
પાચન માટે ફાયદાકારક
ADVERTISEMENT
તુલસીની ચા પાચન માટે પણ ફાયદાકારક હોય છે. તેને દરરોજ પીવાથી બ્લોટિંગ, ગેસ અને અપચા જેવી સમસ્યાથી છૂટકારો મળે છે. એટલું જ નહીં તેને પીવાથી આંતરડાનું પીએચ લેવલ સંતુલિત રહે છે અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
શરદી ઉધરસથી રાહત
ADVERTISEMENT
ચોમાસામાં શરદી-ઉધરસની જોખમ વધી જાય છે. ત્યારે તુલસીની ચા પીવાથી શરદી ઉધરસમાં રાહત થાય છે. સાથે જ વાયરલ ઈન્ફેક્શનની સામે લડવામાં પણ તુલસીની ચા મદદ કરે છે.
બ્લડ સુગર નિયંત્રિત રહે છે
ADVERTISEMENT
તુલસીની ચા પીવાથી બ્લડ સુગર કંટ્રોલમાં રહે છે. તેને પીવાથી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધે છે જેનાથી સેલ્સ ઇન્સ્યુલિનનો સારી રીતે ઉપયોગ કરી શકે છે. તુલસીની ચા ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે.
વધુ વાંચોઃ- વજન ઓછું કરવું છે તો ડાઈટમાં શામેલ કરી લો આ ડ્રાયફ્રૂટ, શરીરને મળશે અઢળક ફાયદાઓ
ADVERTISEMENT
હૃદય માટે ફાયદાકારક
હૃદય માટે તુલસીની ચા ઘણી ફાયદાકારક છે. તેને પીવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે અને કોલેસ્ટેરોલનું સ્તર પર ઓછું રહે છે. સાથે તેમાં રહેલ એન્ટિઓક્સિડન્ટ્સ, ઓક્સિડેટિવ ડેમેજ ઘટાડે છે જે હૃદયની બીમારીથી બચાવવામાં મદદ કરે છે.
ત્વચા માટે ફાયદાકારક
તુલસીની ચામાં એન્ટિઓક્સિડન્ટ્સ અને એન્ટિમાઈક્રોબિયલ ગુણ હોય છે જે સ્કિન માટે ફાયદાકારક હોય છે. એન્ટિઓક્સિડન્ટ્સ એજિંગના લક્ષણો ઘટાડવામાં મદદ કરે છે અને એન્ટિમાઈક્રોબિયલ ગુણ એક્નેની સમસ્યાથી રાહત મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
કર્મનો સિદ્ધાંત / પાકિસ્તાનમાં પણ પહેલગામ જેવો જ હુમલો, નાગરિકોને નામ પુછીને ઠાર માર્યા
ADVERTISEMENT