બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / drinking contaminated water in odisha six people dead 71 hospitalised doctors

BIG NEWS / ઓડિશામાં દૂષિત પાણી પીવાથી 6 લોકોના મોત: 71 જણાં હોસ્પિટલમાં ભરતી, આ બિમારી હોવાની શંકા

Pravin

Last Updated: 01:54 PM, 17 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓડિશાના રાયગડા જિલ્લામાં દૂષિત પાણી પીવાથી છ લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 71 લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

  • ઓડિશામાં દૂષિત પાણી પીવાથી અસંખ્ય લોકો બિમાર પડ્યા
  • ખુલ્લા સ્ત્રોતમાંથી પાણી પીતા 6 લોકોના મોત
  • કેટલાય લોકોને અલગ અલગ હોસ્પિટલમાં ભરતી કરાવ્યા

ઓડિશાના રાયગડા જિલ્લામાં દૂષિત પાણી પીવાથી છ લોકોના મોત થઈ ગયા છે. જ્યારે 71 લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ડાયરિયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કહેવાય છે કે, દૂષિત પાણી પીવાથી લોકોને ઝાડા અને ઉલ્ટી થવા લાગી હતી. આ મામલે નવીન પટનાયક સરકારે અધિકારીઓ પાસેથી રિપોર્ટ માગ્યો છે. આ બાજૂ ઘટનાને લઈને વિધાનસભામાં ભારે વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે. કોંગ્રેસે મુખ્યમંત્રી નવીન પટનાયકને આ મુદ્દે માફી માગવાનું કહ્યું છે. 

સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે, છેલ્લા 3 દિવસમાં કાશીપુર બ્લોકમાં અલગ અલગ ગામોમાં મોતની સૂચના મળી રહી છે. તેમણે કહ્યું કે, 11 ડોક્ટરની એક ટીમે પ્રભાવિત ગામની મુલાકાત લીધી. આ દરમિયાન પીવાના પાણી અને બિમાર દર્દીઓના લોહીના નમૂના લઈને તપાસ માટે મોકલી આપવામાં આવ્યા હતા. 

અધિકારીઓએ જણાવ્યું છે કે, પાણીથી થનારી બિમારી પહેલા મલીગુડા ગામમાં અને ત્યાર બાદ દુદુકાબહલ, ટિકીરી, ગોબરીઘાટી, રૌતઘાટી અને જલાખુરા ગામમાં ફેલાઈ હતી. તેમણે જણાવ્યું છે કે, ડાંગસિલ રેંમગા, હાડીગુડા, મૈકાંચ, સંકરદા અને કુચિપદરા ગામમાં કેટલાય અન્ય લોકોને ઝાડાથી પીડિત અને ઘર પર તેમની સારવાર ચાલી રહી છે. 

અલગ અલગ હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર

ખુલ્લા સ્ત્રોતમાં પાણી પીવાથી બિમાર થયેલા લોકોને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. જેમાં 71 માંથી 46 લોકોની સારવાર ટિકિરી સાર્વજનિક હેલ્થ સેન્ટરમાં, 14 કાશીપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં અને 11 છોકરીઓને થાતીબાર પીએચસીની એક આશ્રમ શાળામાં સારવાર ચાલી રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

drinking contaminated water odisha ઓડિશા દૂષિત પાણી પાણીજન્ય રોગ બિમારી Odisha
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ