બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / આરોગ્ય / બ્રશ કરતા પહેલા કે પછી! સવારે ઉઠ્યા બાદ ક્યારે પાણી પીવું વધારે ફાયદાકારક
Last Updated: 03:49 PM, 5 February 2025
Morning Health: માનવ શરીરનો 70-75% ભાગ પાણીથી બનેલો છે. જે આપણને ઘણી હાનિકારક વસ્તુઓથી રક્ષણ આપે છે. પરંતુ ઘણા લોકોના મનમાં એક પ્રશ્ન વારંવાર આવે છે. શું દાંત સાફ કરતા પહેલા પાણી પીવું જોઇએ કે દાંત સાફ કર્યા પછી.. નિષ્ણાતોના મતે, સવારે બ્રશ કરતા પહેલા હુફાળું પાણી પીવું જોઈએ. કારણ કે જાગ્યા પછી સૌથી પહેલા પાણી પીવાથી તમારા મોંમાં રહેલા બેક્ટેરિયા દૂર થાય છે અને ઊંઘની ઉઠ્યા પછી તમારા શરીરને ફરીથી હાઇડ્રેટ કરવામાં મદદ મળે છે. તેથી, દાંત સાફ કરતા પહેલા ખાલી પેટ પાણી પીવું ફાયદાકારક છે.
ADVERTISEMENT
બ્રશ કરતા પહેલા પાણી પીવાના ફાયદા
ADVERTISEMENT
હાઇડ્રેટ રાખે:
સવારે ઉઠીને સૌથી પહેલા પાણી પીવાથી રાત્રે ઊંઘ પછી તમારા શરીરને રિહાઇડ્રેટ કરવામાં મદદ મળે છે.
બેક્ટેરિયા દૂર કરે:
સવારે કુદરતી રીતે ઉત્પન્ન થતી લાળ બેક્ટેરિયાને ધોવામાં મદદ કરે છે અને પાણી પીવાથી તેમને બહાર કાઢવામાં પણ મદદ મળે છે.
પાચનમાં સુધારો કરે છે:
ખાલી પેટે પાણી પીવાથી પાચનમાં મદદ મળે છે.
આયુર્વેદિક પ્રથા:
ઘણી આયુર્વેદિક પરંપરાઓ સવારે ખાલી પેટે સૌથી પહેલા બે ગ્લાસ અથવા ઓછામાં ઓછું એક ગ્લાસ પાણી પીવાની ભલામણ કરે છે. તે તમારા શરીરને ઘણા ફાયદા થાય છે. દરરોજ સવારે પાણી પીવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે. આ તમને રોગો અને જંતુઓ સામે વધુ સારી રીતે લડવામાં મદદ કરે છે.
પેટ સાફ કરે છે :
સવારે પાણી પીધા પછી, તમને તમારા આંતરડા સાફ કરવાનું મન થશે. આ રીતે આંતરડા સાફ રહે છે અને તમને કબજિયાતની સમસ્યા થતી નથી.
પાચન ઝડપી બનાવે છે:
જ્યારે તમે પાણી પીઓ છો, તો પાચનની ક્રિયા ઝડપી બને છે. જેના કારણે પાચન અને ચયાપચય દર વધે છે. તે તમને આખો દિવસ હાઇડ્રેટેડ પણ રાખે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.