યુએસની નેશનલ મેડિસિન એકેડેમીના જણાવ્યા અનુસાર, વયસ્ક મહિલાએ રોજનું ઓછામાં ઓછું બે લિટર અને વયસ્ક પુરુષે ત્રણ લિટર પાણી પીવું જોઈએ. પણ સવારે, બપોરે, રાતે ભરપૂર પાણી પીવું એ શરીરને હાઈડ્રેટ કરવાની યોગ્ય રીત નથી. પાણી પણ જરુરિયાત પુરતુ જ પીવું જોઇએ. કોઇ પણ વસ્તુનો અતિરેક શરીરને નુકશાન પહોંચાડે છે એજ રીતે પાણી પણ વધુ પ્રમાણમાં પીવાથી શરીરને નુકશાન થઇ શકે છે.
પાણીને બદલે પીઓ આ જ્યુસ
ડૉક્ટરો અને નિષ્ણાંતોના જણાવ્યા પ્રમાણે દિવસ દરમ્યાન માણસે ઓછામાં ઓછું 2 થી 3 લીટર પાણી પીવું જોઇએ. પણ અમેરિકામાં કરવામાં આવેલા સર્વેમાં સામે આવ્યું કે પાણી કરતા ચા, દુધ અને સંતરાનો જ્યુસ પાણી જેટલું જ ગુણકારી છે અને તેનાથી શરીર વધુ હાઈડ્રેટ થાય છે.
પ્રતિકાત્મક ફોટો
શું કહે છે સર્વે?
શરીરના હાઇડ્રેશનને લઇને અમેરિકામાં સર્વે કરવામાં આવ્યો હતો. US ની નેશનલ મેડિસિન એકેડેમીના જણાવ્યા અનુસાર વયસ્ક મહિલાએ રોજનું ઓછામાં ઓછું બે લિટર અને વયસ્ક પુરુષે ત્રણ લિટર પાણી પીવું જોઈએ. પણ સવારે, બપોરે, રાતે ભરપૂર પાણી પીવું એ શરીરને હાઈડ્રેટ કરવાની યોગ્ય પદ્ધતિ નથી. ઉત્તર કેરોલિના રિસર્ચ કેમ્પસના ડિરેક્ટર ડેવિડ નિએમેને કહ્યું કે, અનેક બોટલ પાણી પીવાનો કોઈ અર્થ નથી. તે શરીરમાંથી બહાર જતું રહે છે અને કીડનીને તેને બહાર કાઢવામાં વધુ પડતો શ્રમ પણ પડે છે.
કેવી રીતે નીકળ્યુ આ તારણ?
નેશનલ મેડિસિન એકેડેમીએ યુરિન સેમ્પલોનું વિશ્લેષણ કર્યું હતું અને તેમાથી જાણવા મળ્યું કે, ચા, દૂધ અને સંતરાનો જ્યૂસ પાણીની સરખામણીમાં શરીરને વધારે હાઈડ્રેટ કરે છે. તેનો અર્થ એ થયો કે લોકો આ પીણાં પી શકે છે. એમિનો એસિડ, ફેટ્સ અને મિનરલ્સ લેવાથી શરીરને વધુ પાણી મળે છે.
પ્રતિકાત્મક ફોટો
કસરત બાદ સ્પોર્ટ્સ ડ્રિંક કરતા એક કેળું ખાવું વધુ સારૂ
અમેરિકાની નેશનલ મેડિસિન એકેડેમીના રિસર્ચમાં એ પણ જાણવા મળ્યું કે, કસરત પછી સ્પોર્ટ્સ ડ્રિંક કરતા એક કેળું ખાવું વધારે સારું છે. કોઈ ફળ સાથે પાણી પીવાથી ડિહાઈડ્રેશન વધે છે. વધારે ગ્લાસ પાણી પીવાના બદલે દર 20-30 મિનિટે થોડું પાણી પીવું વધારે લાભદાયી છે. પાણી પીવાની આ જ યોગ્ય રીત છે.