બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Dreaded gangster Anil Dujana killed in an encounter with UP STF

Anil Dujana killing / BIG BREAKING : વધુ એક માફિયા ઓછો થયો, યુપીનો કુખ્યાત ગેંગસ્ટર અનિલ દુજાના STFના એન્કાઉન્ટરમાં ઠાર

Hiralal

Last Updated: 04:20 PM, 4 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીમાંથી વધુ એક ખૂંખાર માફિયાનો અંત આવ્યો છે. UP-STFએ ખૂંખાર ગેંગસ્ટર અનિલ દુજાનાને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે.

  • યુપીમાંથી વધુ એક માફિયા ઓછો થયો 
  • કુખ્યાત ગેંગસ્ટર અનિલ દુજાનાનું મેરઠમાં એન્કાઉન્ટર
  • UP-STFની ટીમે ઠાર માર્યો
  • 60થી વધુ કેસમાં હતો વોન્ટેડ

યુપીમાંથી માફિયા રાજનો સફાયો થઈ રહ્યો છે. પહેલા અતીક-અહમદ ભાઈની પોલીસ કસ્ટડીમાં હત્યા ત્યાર બાદ મુખ્તાર અંસારી બંધૂઓને સજા અને હવે આવા એક મોટા માફિયાને એન્કાઉન્ટરમાં ઠાર કરી દેવાયો છે. 

મેરઠમાં ઠાર થયો ગેંગસ્ટર અનિલ દુજાના 
કુખ્યાત ગેંગસ્ટર અનિલ દુજાના ઉર્ફે અનિલ નગર એસટીએફ સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. મેરઠમાં યુપી એસટીએફે આ કાર્યવાહી હાથ ધરી છે. એસટીએફને માહિતી મળી હતી કે અનિલ કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની યોજના બનાવી રહ્યો છે. આ કારણે તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી, આ ક્રમમાં તે મેરઠમાં છુપાયો હોવાની માહિતી મળી હતી.

દુજાના સામે  60થી વધુ ગુનાહિત કેસ 
દુજાના સામે રાષ્ટ્રીય રાજધાની અને ઉત્તર પ્રદેશમાં 60થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે. દિલ્હી અને યુપીની પોલીસ સતત તેને શોધી રહી હતી. ગયા વર્ષે દિલ્હી પોલીસે દુજાના અને તેના બે સાથીઓની ધરપકડ કરી હતી.

2021માં જેલમાંથી જામીન પર બહાર આવ્યો હતો  
થોડા સમય પહેલા યુપી સરકારે જે 65 ટોચના માફિયાઓની યાદી જાહેર કરી હતી તેમાં નોઈડાના અનિલ દુજાનાનું નામ પણ સામેલ હતું. 
કુખ્યાત ગેંગસ્ટર અનિલ દુજાના 2012થી દિલ્હીની તિહાર જેલમાં બંધ હતો, પરંતુ 2021માં તે જામીન પર બહાર આવ્યો હતો. જેલમાંથી બહાર આવતા જ અનિલ દુજાનાએ જયચંદ પ્રધાન હત્યા કેસમાં પત્ની અને સાક્ષી સંગીતાને ધમકી આપી હતી. આ પછી, ઉચ્ચ અધિકારીઓએ કાર્યવાહી કરી હતી અને અનિલ દુજાના સામે છેલ્લા અઠવાડિયામાં બે કેસ દાખલ કર્યા હતા. નોઈડા પોલીસ અને એસટીએફની ટીમની સ્પેશિયલ સેલની ટીમ દુજાનાની ધરપકડ કરવા માટે રોકાયેલા હતા.  છેલ્લા કેટલાક દિવસો દરમિયાન 2 ટીમો સતત 7થી વધુ જગ્યાએ દરોડા પાડી રહી હતી.

અનિલ દુજાના માથે હતું 50,000નું ઈનામ
અનિલ દુજાના ફરાર થઈ ગયો હતો અને તેને માથા પર 50,000નું ઈનામ જાહેર કરાયું હતું. 

સંકળાયેલા મુદ્દાઓ

Anil Dujana Anil Dujana killing Anil Dujana news Anil Dujana killing
Hiralal
Hiralal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ