બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / drdo tested multi barrel rocket launcher pinak extended range version at pokhran

PINAKA ER / પિનાક રોકેટનો નવો અવતાર! શિવ ધનુષ જેવી કરે છે ગર્જના, વધુ એક સફળ પરીક્ષણ

Mayur

Last Updated: 12:39 PM, 11 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય સેનાની શક્તિમાં વધારો કરતાં DRDO એ IRDE અને હાઇ એનર્જી મટિરિયલ રિસર્ચ લેબોરેટરી સાથે મળીને ડિઝાઇન કરેલ રોકેટ લોન્ચર પ્રણાલી PINAKA ER નું સફળ પરીક્ષણ કર્યું હતું.

  • DRDO એ Extended Range Pinaka નું સફળ પરીક્ષણ કર્યું 
  • સ્વદેશી કંપનીઓ સાથે 2,580 કરોડ રૂપિયાની ડીલ 
  • છેલ્લા એક દશકથી સેનામાં સેવા આપી રહી છે

પીનાકા રોકેટ લોન્ચર પ્રણાલીની ક્ષમતામાં વધારો કરતાં DRDO એ શનિવારે તેનું એક નવું વર્ઝન પીનાકા ER ( Extended Range Pinaka ) નું સફળ પરીક્ષણ કર્યું હતું. પોખરણ રેન્જ પર થયેલ મલ્ટી બેરલ લોન્ચર રોકેટ લોન્ચર સિસ્ટમનું પરીક્ષણ થયું હતું. DRDO એ તેને પૂણેની IRDE અને હાઇ એનર્જી મટિરિયલ રિસર્ચ લેબોરેટરી સાથે મળીને ડિઝાઇન કર્યું છે. 

છેલ્લા એક દશકથી સેનામાં સેવા

આ ટેકનિકને ભારતીય ઉદ્યોગ ક્ષેત્રને સોંપવામાં આવી હતી અને જાણકારી અનુસાર ER પીનાકા છેલ્લા એક દશકથી સેનામાં સેવા આપી રહી છે અને તેનું આ બેસ્ટ વર્ઝન છે. 

આ સિસ્ટમને નવી ટેકનોલોજી સાથે ઊભરતી આવશ્યક્તાઓ ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. હાલમાં જ ચીન સાથે તણાવને પગલે ભારતે લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ પર પોતાની બાહુબલી 'પિનાક' રોકેટ સિસ્ટમ તૈનાત કરી દીધી હતી. ભગવાન શિવના ધનુષ નું નામ પિનાક છે અને તેના નામ પરથી આ મલ્ટી બેરલ રોકેટ લોન્ચરને નામ અપાયું છે અને તે સંપૂર્ણ રીતે સ્વદેશી છે જે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા તૈયાર કરવામાં આવી છે. 

પિનાક માટે સ્વદેશી કંપનીઓ સાથે 2,580 કરોડ રૂપિયાની ડીલ 
ઓગસ્ટ 2020 માં સંરક્ષણ મંત્રાલય દ્વારા સેન માટે પિનાક મલ્ટી બેરલ રોકેટ લોન્ચરનું નિર્માણ કરવા માટે 2,580 કરોડ રૂપિયાની ડીલ કરવામાં આવી હતી. 

આ ડીલ માટે લાર્સન એન્ડ ટુબ્રો અને ટાટા એરસ્પેસ એન્ડ ડિફેન્સને કોન્ટ્રેક્ટ મળ્યો હતો. સરકારી કંપની BEML ને રોકેટ લોન્ચર માટે ટ્રકની સપ્લાયનો અધિકાર મળ્યો છે. DRDO એ સંપૂર્ણ રીતે સ્વદેશી પિનાકની ટેક્નોલોજી દેશ માટે પ્રાઇવેટ સેક્ટરને સફળતા પૂર્વક ટ્રાન્સફર કરી હતી. 

પિનાક સાથે જોડાયેલ 6 નવા રેજિમેન્ટ્સમાં 4 માટે લાર્સન એન્ડ ટુબ્રોને કોન્ટ્રાક્ટ મળ્યો હતો. જ્યારે બાકીના 2 માટે ટાટા એરોસ્પેસ એન્ડ ડિફેન્સ મેન્યુફેક્ચર કરશે. 

જૂનમાં ઓડિશાનાં તટ પર ચાંદીપુર રેન્જ ખાતે પીનાકા રોકેટના એડવાન્સ વર્ઝનનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સ્વદેશી રોકેટને લક્ષ્ય પર તાબડતોબ છોડવામાં આવ્યું હતું. આ તમામ રોકેટ્સને અલગ અલગ રેન્જથી છોડવામાં આવ્યા હતા.  લોન્ચિંગ દરમિયાન મિશનના તમામ ઉદ્દેશ્ય પૂરા થયા હતા. રોકેટની રેન્જ જે અગાઉ 37 કિમી હતી. પીનાકા રોકેટ 100 કિલો વજનના હથિયાર ઉઠાવી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

DRDO PINAKA ER gujarati samachar pokhran પિનાક રોકેટ PINAKA ER
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ