સારા સમાચાર / DRDOએ બનાવ્યું એવું ડિવાઈસ કે 10 મિનિટમાં રૂમને કોરોનામુક્ત કરવાનો દાવો

DRDO develops UV Blaster for disinfection in COVID 19 prone areas

દેશમાં કોરોનાવાયરસ કેસ સોમવારે વધીને 42836 પર પહોંચી ગયા છે. દેશમાં અત્યાર સુધીમાં 1389 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશ અને વિશ્વમાં કોરોના વાયરસ ચેપ (કોવિડ 19) ના વધી રહેલા જોખમને ધ્યાનમાં રાખીને વૈજ્ઞાનિક સ્તરે રસી, દવા અને અન્ય સુરક્ષાત્મક ઉપકરણો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. દરમિયાન ભારતની ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ એક ખાસ ઉપકરણ બનાવવાનો દાવો કર્યો છે. DRDOના કહેવા મુજબ, UV (અલ્ટ્રાવાયોલેટ) બ્લાસ્ટર નામનો ડીસઇન્ફેકટન્ટ ટાવર બનાવવામાં તે સફળ થયું છે. આ મશીન 10 મિનિટમાં 12 બાય 12 ફૂટના ઓરડાને વાયરસ મુક્ત કરવાની ક્ષમતા ધરાવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ