બ્રેકિંગ ન્યુઝ
Shyam
Last Updated: 11:07 PM, 19 June 2021
ADVERTISEMENT
પ્રાથમિક શાળાઓમાં બાળકોના પ્રવેશને લઈને સુરતથી એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતની સરકારી શાળાઓમાં બાળકોના એડમિશન માટે પડાપડી જોવા મળી રહી છે. સુરતના ઉત્રાણમાં મનપા સંચાલિત કૃષ્ણકુમારસિંહજી પ્રાથમિક શાળા ક્રમાંક એડમિશન માટે મોટી સંખ્યામાં વાલીઓને પ્રયાસ કર્યો છે. અહિંયા એક જ બિલ્ડીંગમાં બે પાળીની શાળા ચાલે છે. જેમાં કુલ 1600 વિદ્યાર્થીઓની સંખ્યા છે. પરંતુ આ વર્ષે પણ પ્રવેશ માટે 3500થી વધુ વિદ્યાર્થીઓ આવતાં ડ્રો કરીને પ્રવેશ આપવો પડી રહ્યો છે.
ADVERTISEMENT
કોરોનાના કારણે એક તરફ લોકોની આર્થિક સ્થિતિ બગડી છે, છેલ્લા દોઢ વર્ષમાં ઘણી ખાનગી શાળાઓ દ્વારા ફી તેમજ અન્ય બાબતો મામલે જોહુકમીના કિસ્સાઓ સામે આવી ચુક્યા છે. તો બીજી તરફ સુરત મનપા સાંચાલીક આ શાળામાં બાળકોનો સંર્વાંગી વિકાસ થાય તે રીતે શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. બાળકો તેમના શિક્ષકોને સર કે મેડમ કહીને નહીં પરંતુ ગુરૂજી અથવા દીદી કહીને સંબોધે છે. વર્ષ દરમિયાન મહિનામાં એક દિવસ એવો નક્કી કરવામાં આવે છે કે કોઇનો પણ જન્મદિવસ હોય તો તે દિવસે શાળાના તમામ વિદ્યાર્થીઓના વાલીઓને બોલાવી એક હવન કરવામાં આવે છે. માતૃપિતૃ પૂજન, દાદા દાદી પૂજન જેવા વિવિધ કાર્યક્રમો દ્વારા બાળકોને સારા સંસ્કારોનું મળે તે પ્રયત્નો શાળાના રહે છે. આ તમામ બાબતોના કારણે સરકારી શાળાઓમાં વાલીઓનો વિશ્વાસ વધી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.