ગીર સોમનાથમાં ર્ડા.અતુલ ચગના આપઘાત મામલે ભાજનાં સાંસદે નિવેદન આપ્યું હતું. જેની સામે વકીલ ચિરાગ કક્કડે પ્રહાર કરતા કહ્યું કે સાંસદ પોલીસને કેમ નથી કહેતા કે ફરિયાદ નોંધો.
ડૉ.અતુલ ચગ આત્મહત્યા મામલો
ચિરાગ કક્કડએ રાજેસ ચૂડાસમાં પર કર્યા પ્રહાર
ઘટના સમયે કેમ સંવેદના ન દેખાઈઃચિરાગ ક્ક્કડ
"અંતિમ યાત્રામાં કે દિલાસો આપવા કેમ ન આવ્યા"
ગીર સોમનાથમાં ર્ડા. અતુલ ચગનાં આપઘાત મામલે જૂનાગઢનાં સાંસદ રાજેશ ચૂડાસમાએ નિવેદન આપ્યું હતું. ત્યારે સાંસદનાં નિવેદન સામે વકીલ ચિરાગ કક્કડએ પ્રહાર કર્યા હતા. સાંસદના નિવેદનની સામે વકીલ ચિરાગ કક્કડે કહ્યું હતું કે વર્ષો જૂનો નાતો હતો તો ઘટન સ્થળે કેમ સંવેદના ન દેખાઈ. અંતિમ યાત્રામાં કે પરિવારને દિલાસો આપા રાજેશ ચૂડાસમાં કેમ ન આવ્યા. સાંસદ પોલીસને કેમ નથી કહેતા કે ફરિયાદ નોંધો.
Caption
રાજેશ ચુડાસમાનું નિવેદન
સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું કે, મને તંત્ર પર પુરો વિશ્વાસ છે તેમજ તબીબના આપઘાતથી અમને પણ આઘાત લાગ્યો છે તેમજ અમારા પરિવારની લાગણી તેમના પરિવાર સાથે છે. ચુડાસમાએ ઉમેર્યું કે,35 વર્ષથી અમારો પરિવાર જેવો સબંધ છે. 'અમારા પારિવારિક 35 વર્ષથી સંબંધો હતાં'
સાંસદ રાજેશ ચુડાસમાએ કહ્યું કે, ડોક્ટર ચગએ આત્મહત્યા કર્યા બાદ જે તેમના પરિવાર પર આફત આવી છે તે તેમને સહન કરવાની ભગવાન શક્તિ આપે. તેમણે જણાવ્યું કે, ડોક્ટર ચગથી અમારા પારિવારિક 35 વર્ષથી સંબંધો હતાં તેઓ એકાંત જીવન જીવતા તેમજ તે તેમના પરિવારથી દૂર રહેતા ત્યારે અમારા ત્યાંથી ટિફિન પણ જતું હતું. તેમણે ઉમેર્યું કે, તેમના પુત્ર કરેલા આક્ષેપો પર પોલીસ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે તેમજ પોલીસ તંત્રને જ્યાં જરૂર પડે ત્યાં હું સહકાર આપવા માટે તૈયાર છું તેમજ તેમના પરિવારને આ આઘાત સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરૂ છું.