બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / VIDEO : ટાઈટેનિક જેવી ટ્રેજેડી થતાં રહી ગઈ! જહાજે દરિયામાં 45 ડિગ્રીએ ગોથું ખાધું, 'મોતના દર્શન'
Last Updated: 10:02 PM, 12 November 2024
રોયલ કેરેબિયન ક્રૂઝના ભયાનક દ્રશ્યો દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. 1914ની સાલની ટાઈટેનિક ટ્રેજેડીની યાદ તાજી થાય થાય તેવા બનાવમાં આ જહાજ 45 ડિગ્રીએ ઘુમ્યું હતું જેને કારણે પ્રવાસીઓએ જાણે મોત ભાળી લીધું હતું તેવો ઘાટ જોવા મળ્યો હતો બચવા મુસાફરો જહાજને વળગી રહ્યાં હતા અને તેમના ચહેરા પર દહેશતનો ભાવ સ્પસ્ટ રીતે જોવા મળતો હતો.
ADVERTISEMENT
Cruise ship tilted 45 degrees in the Atlantic ocean 😳 pic.twitter.com/4lIIxIFCkh
— FearBuck (@FearedBuck) November 10, 2024
પ્રવાસીઓએ બચવા માટે માર્યાં ફાંફા
ADVERTISEMENT
વીડિયોમાં મુસાફરોને બચવા માટે ફાંફા મારતા જોઈ શકાય છે. રોયલ કેરેબિયન ક્રૂઝે એવું કહ્યું કે આ જહાજ સ્પેનના કેનેરી ટાપુઓના સૌથી મોટા ટેનેરીફ નજીક હતું જ્યારે તેને "અણધાર્યા પવનના ઝાંખા" દ્વારા અથડાયા હતા. જહાજમાં 4,290 મુસાફરો સફર કરી રહ્યાં હતા.
વીડિયો વાયરલ
આ બનાવનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં મુસાફરો જહાજને વળગી રહેલા દેખાય છે. ઉલ્લેખનીય છે કે આ ઘટનાએ ઈતિહાસની સૌથી મોટી દરિયાઈ હોનારત ટાઈટેનિક ટ્રેજેડીની યાદ અપાવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.