બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / Dr. Mohan Yadav became the new chief minister of Madhyapradesh, he won from dakshin ujjain seat
Vaidehi
Last Updated: 05:36 PM, 11 December 2023
ADVERTISEMENT
મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રીની ખુરશી કોણ સંભાળશે એ સવાલનો જવાબ હવે આવી ગયો છે. ભાજપે મધ્યપ્રદેશનાં નવા મુખ્યમંત્રીનાં પદ માટે નવો ચહેરો પસંદ કર્યો છે. પૂર્વ શિક્ષણમંત્રી એવા ડો. મોહન યાદવ હવે મધ્યપ્રદેશનાં નવા CM તરીકે શપથ લેશે. આ મહત્વનાં નિર્ણયથી પહેલા ભાજપે આજે ભોપાલમાં નિરિક્ષકોની એક ટીમ મોકલી હતી જેમાં હરિયાણાનાં મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર, આશા લાકડા અને લક્ષ્મણ પણ સામેલ હતાં. ભોપાલ પહોંચેલા ખટ્ટર અને અન્ય નિરિક્ષકો મુખ્યમંત્રી આવાસ પહોંચ્યાં હતાં. જે બાદ સૌથી પહેલાં શિવરાજ સિંહ સાથે મુલાકાત કરી હતી.
ADVERTISEMENT
CM મોહન યાદવનું નિવેદન
CM તરીકે નિયુક્ત મોહન યાદવે કહ્યું, "હું પાર્ટીનો એક નાનો કાર્યકર છું.. હું તમારા બધાંનો, રાજ્યનાં નેતૃત્વ અને કેન્દ્રીય નેતૃત્વનો આભાર માનું છું. તમારા પ્રેમ અને સમર્થનથી હું મારી જવાબદારીઓને નિભાવવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશ."
કોણ છે ડો. મોહન યાદવ?
ABVPથી કરિયરને મળ્યો વળાંક
જો તેમની રાજકીય યાત્રાની વાત કરવામાં આવે તો તેમણે વર્ષ 1982માં જ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ તેઓ માધવ સાયન્સ કોલેજ સ્ટુડન્ટ્સ યુનિયનનાં સહ-સચિવ તરીકે પણ નિયુક્ત થયા. માત્ર બે વર્ષ પછી તેમને ABVP, ઉજ્જૈનના શહેર મંત્રી બનાવવામાં આવ્યાં. 1988 સુધીમાં, એબીવીપીમાં તેમની પકડ ઘણી મજબૂત બની ગઈ અને તેઓ સહમંત્રી અને રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય પણ બન્યા હતા.
ડેપ્યૂટી CM તરીકે...
મધ્યપ્રદેશનાં નવા ડેપ્યૂટી CM તરીકે જગદીશ દેવડા અને રાજેશ શુક્લાની પસંદગી કરવામાં આવી છે. જ્યારે નરેન્દ્રસિંહ તોમરને સ્પીકર તરીકેની જવાબદારી ભાજપ દ્વારા સોંપવામાં આવી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.