Download More Than 1000 Hd Movies In One Second World's Fastest Internet Speed Record
OMG /
ઈન્ટરનેટ સ્પીડનો સૌથી મોટો રેકોર્ડ સર્જાયો, 1 સેકન્ડમાં થઈ 100, 200 કે 500 નહીં આટલી ફિલ્મો ડાઉનલોડ
Team VTV03:03 PM, 23 May 20
| Updated: 03:15 PM, 23 May 20
માત્ર એક જ સેકન્ડમાં 1 હજારથી પણ વધારે એચડી ફિલ્મો ડાઉનલોડ, આ વાત મજાક જેવું લાગે પરંતુ તે ખોટું નથી. આવનારા સમયમાં આપના માટે પણ આ સપનાને હકીકતમાં બદલી શકાય છે કારણ કે રિસર્ચર્સે આવું કરી બતાવ્યું છે.
માત્ર એક સેકન્ડમાં 1 હજારથી વધારે HD ફિલ્મો ડાઉનલોડ થઇ
ઓસ્ટ્રેલિયામાં રિસર્ચર્સે તોડ્યો રેકોર્ડ
દુનિયાના તમામ રેકોર્ડ તોડતા ઓસ્ટ્રેલિયામાં રિસર્ચર્સને જે ઇન્ટરનેટ સ્પીડ મળી છે તે છે Tbps એટલે કે ટેરાબાઇટ પ્રતિ સેકન્ડ. આ ઇન્ટરનેટ સ્પીડ એટલી વધારે છે કે માત્ર 1 મિનિટમાં 42 હજાર જીબીથી વધારે ડેટા ડાઉનલોડ કરવામાં આવી શકે છે. નવો વર્લ્ડ રેકોર્ડ 44.2 Tbpsની સ્પીડનો નોંધાયો છે.
1 મેગાબાઇટમાં 10 લાખ યુનિટ્સ ડિજીટલ ઇન્ફર્મેશન હોય
સ્પીડ કેટલી વધારે છે તે સમજવા માટે પોતાના ફોન અથવા કોમ્પ્યુટર પર મળનારી ડેટા સ્પીડ પર નજર નાખીએ છીએ. 1 મેગાબાઇટમાં 10 લાખ યુનિટ્સ ડિજીટલ ઇન્ફર્મેશન હોય છે અને સારા બ્રોડબ્રેન્ડ કનેક્શનથી 100Mbpsની ટોપ સ્પીડ મળે છે. એટલે કે, એક સેકેન્ડમાં 100MB ડેટા રિસીવ થાય છે. મોબાઇલ ડેટા અથવા વાયરલેસ કનેક્શનમાં આ સ્પીડ 1Mbpsથી પણ ઓછી હોય છે. જે સ્પીડ રિસચર્સને Tbpsમાં મળે છે, તેના એક ટેરાબાઇટમાં 1000 અરબ યુનિટ ડિઝિટલ ઇન્ફોર્મેશન હોય છે.
1 સેકન્ડમાં સેંકડો ફોન સ્ટોરેજ થઇ જાય ફુલ
જો ટેરાબાઈટ પ્રતિ સેકન્ડ સ્પીડ મળે તો એક સેંકન્ડમાં 1000GB ડેટા ડાઉનલોડ કરી શકાય છે. નોંધનીય છે કે, આ ચોંકાવનારી સ્પીડ રિસર્ચરને મળી છે તે 44.2Tbps હતી. તેનો મતલબ થાય છે કે રિસર્ચરે એક સેકન્ડમાં 44,200 GB ડેટા ડાઉનલોડ કર્યો. સરળતાથી સમજવું હોય તો આ સ્પીડ પર 512 જીબી સ્ટોરેજ વાળા 86થી વધુ અને 256 જીબી ધરાવતા 172થી વધુ સ્માર્ટફોન્સનું સ્ટોરેજ ફુલ થઇ શકે છે.
નાનકડી ચીપ લેશે 80 હાર્ડવેરની જગ્યા
બ્રિટનની એવરેજ બ્રોડબેન્ડ સ્પીટ 64 મેગાબાઇટ પ્રતિ સેકન્ડ છે. રિસર્ચર્સે આ રેકોર્ડ માઇક્રો-કોમ્બ નામના એક સિંગલ ચિપની મદદથી બનાવવામાં આવી છે. જે વર્તમાન હાર્ડવેરની 80 લેયર્સને માત્ર નાની ચીપની મદદથી રિપ્લેસ કરી દેવામાં આવે છે. એક્સપર્ટનું માનવું છે કે, તેની મદદથી હોમ વર્કિગ, સ્ટ્રીમિંગ તથા સોશલાયજીંગની ડિમાન્ડને વધારી શકાય છે.