dot to take penal action against telecom companies for delay payment airtel vodafone idea
એક્શન /
147 કરોડ નહીં ચૂકવનાર ટૅલિકૉમ કંપનીઓ પર આટલા દિવસ બાદ થઈ શકે છે મોટી કાર્યવાહી
Team VTV09:09 PM, 15 Feb 20
| Updated: 09:20 PM, 15 Feb 20
દૂરસંચાર વિભાગ એજીઆરની બાકી ચૂકવણી મામલામાં ભારતી એરટેલ, વોડાફોન, આઇડિયા સહિત ઘણી દૂરસંચાર કંપનીઓ પર શિક્ષાત્મક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. સૂત્રો અનુસાર શનિવારે મોટાભાગના કાર્યાલયોમાં રજા હોવાને કારણે દૂરસંચાર વિભાગ સોમવારે સાંજ સુધી રાહ જોઇ શકે છે.
દૂરસંચાર વિભાગ AGRની બાકી ચૂકવણી મામલામાં ટેલિકોમ કંપનીઓ પર કાર્યવાહી કરવાની તૈયારીમાં
સોમવાર સુધીમાં બાકી ચૂકવણી નહીં કરવામાં આવતા દંડ-કડક કાર્યવાહીની નવી નોટિસ ફટકારાશે
ટેલીકોમ કંપનીઓ પર લાઇસન્સ ફીના રૂપે 92,642 કરોડ રૂપિયાની બાકી ચૂકવણી છે
જો આ સમય સુધીમાં પણ પૈસા ચૂકવવામાં આવતા નથી તો લાઇસન્સ નિયમો હેઠળ દંડ અને કડક કાર્યવાહીની નવી નોટિસ મોકલવામાં આવશે. દૂરસંચાર વિભાગના એક અધિકારીએ કહ્યું, 'ડીઓટીએ ટેલીકોમ કંપનીઓને રિમાઇન્ડર અને સજાની જોગવાઇની સાથે પાંચ નોટિસ ફટકારવામાં આવી. આ નોટિસ 31 ઓક્ટોબર, 13 નવેમ્બર, 2 ડિસેમ્બર, 20 જાન્યુઆરી અને હવે 14 ફેબ્રુઆરીએ મોકવામાં આવી છે.
અધિકારીએ કહ્યું, સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ટેલીકોમ કંપનીઓએ પૈસા ચૂકવવા પડશે અને વિભાગે તેમને ક્યારેય વધુ સમય આપ્યો નથી. હવે ટેલિકોમ કંપનીઓ કહી રહી છે કે સોમવાર સુધીમાં તે કેટલીક રકમ ચૂકવી દેશે પરંતુ વિલંબ થવા પર કાર્યવાહી કરવામાં આવશે.
આ પહેલા શુક્રવારે સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ દૂરસંચાર વિભાગે કંપનીઓને શુક્રવાર રાત્રે 11.59 વાગ્યા સુધી બાકી ચૂકવણી માટે નોટિસ જારી કરી હતી. ટેલીકોમ કંપનીઓ પર લાઇસન્સ ફીના રૂપમાં 92,642 કરોડ રૂપિયા અને સ્પેક્ટ્રમ ઉપયોગ ફીના રૂપે 55,054 કરોડ રૂપિયાની ચૂકવણી બાકી છે. કુલ મળીને આ કંપનીઓ ઉપર કેન્દ્ર સરકારના 1.47 લાખ કરોડ રૂપિયાની બાકી ચૂકવણી છે.
સુપ્રીમ કોર્ટે શુક્રવારે દુરસંચાર વિભાગને આદેશની અવમાનના કરવા પર કડક ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે ટેલીકોમ કંપનીઓને 17 માર્ચ સુધી બાકી ચૂકવણી જમા કરાવવાનો આદેશ આપ્યો હતો.
કોર્ટે દૂરસંચાર વિભાગના ડેસ્ક અધિકારીના એ આદેશ પર રોષ દર્શાવ્યો હતો. જે હેઠળ એજીઆર મામલામાં આપવામાં આવેલા નિર્ણયના પાલન પર રોક લગાવાઇ હતી. દૂરસંચાર વિભાગની 14 ફેબ્રુઆરીએ મોકલવામાં આવેલી નોટિસ પર અધિકારીએ જણાવ્યું કે, આ નોટિસ આંતરિક પ્રક્રિયાઓ પર જારી કરવામાં આવી હતી જેથી કોઇપણ પ્રકારની જટિલતાથી બચી શકાય.
દૂરસંચાર વિભાગના સૂત્રોએ કહ્યું. તેમણે કોઇપણ આદેશ ટેલીકોમ ઓપરેટરોને નથી મોકલ્યો. કંપનીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે અરજીનો સ્વીકાર કરતા મામલાને ચૂકવણીની અંતિમ તારીખ પહેલા સૂચીબદ્ધ કર્યો. તેથી વિભાગની પાસે કોર્ટ સમક્ષ સ્પષ્ટતા કરવાનો કોઇ સમય ન મળ્યો. આ કારણે અવમાનનાથી બચવા માટે વિભાગે આંતરિક આદેશ જારી કરી દીધો.