બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / ટેક અને ઓટો / આ લિસ્ટમાં તમારો નંબર નથી ને? સરકારે સસ્પેન્ડ કર્યા 24,000 થી વધારે મોબાઈલ કનેક્શન

તમારા કામનું / આ લિસ્ટમાં તમારો નંબર નથી ને? સરકારે સસ્પેન્ડ કર્યા 24,000 થી વધારે મોબાઈલ કનેક્શન

Last Updated: 05:02 PM, 15 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

DoT Big Action: ટેલિકોમ વિભાગે 24 હજાર 228 મોબાઈલ કનેક્શનને સસ્પેન્ડ કરી દીધા છે. તેની સાથે જ ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડર પાસે તેને બ્લોક કરવાનો નિર્દેશ પણ આપ્યો છે.

ભારતમાં સાઈબર ક્રાઈમ અને ઓનલાઈન ફ્રોડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને જોતા જ દૂરસંચાર વિભાગ (DoT)એ તેને રોકવા માટે મોટું પગલું ભર્યું છે. હકીકતે દૂરસંચાર વિભાગે 24 હજાર 228 મોબાઈલ કનેક્શનને સસ્પેન્ડ કરી નાખ્યા છે.

phone02

દૂરસંચાર વિભાગ અનુસાર આ મોબાઈલ કનેક્શન 42 Unique International Mobile Equipment Identity (IMEI) સાથે જોડાયેલા મળી આવ્યા છે અને વારંવાર ફ્રોડમાં શામેલ થવાને લઈને પણ તેના પર શંકા છે.

બ્લોક કરવાનો આદેશ

દૂરસંચાર વિભાગે ટેલીકોમ સર્વિસ પ્રોવાઈડરને આ IMEI નંબરોને ઓલ ઈન્ડિયા બેસિસ પર બ્લોક કરવાના આદેશ આપ્યા છે. સાઈબર ફ્રોડ કથિત રીતે આ મોબાઈ નંબરને યુઝ સાઈબર ક્રાઈમ અને અન્ય ફ્રોડ ગતિવિધિઓ માટે કરી રહ્યા છે.

phone-12

ચક્ષુ પોર્ટલ પર સતત નોંધાઈ રહી છે ફરિયાદ

લોકો પોતાની સાથે થઈ રહેલા ઓનલાઈન ફ્રોડના કેસની ફરિયાદ સરકરની તરફથી બનાવવામાં આનેલા ચક્ષુ પોર્ટલ પર નોંધાઈ શકે છે. હાલના સમયમાં ચક્ષુ પોર્ટલ પર ફ્રોડના કેસની ફરિયાદમાં વધારો જોવામાં આવ્યો છે.

તેને જ જોવા માટે દૂરસંચાર વિભાગે ફ્રોડને ખતમ કરવા માટે આ પગલું ઉઠાવ્યું છે. તેના પહેલા ફ્રોડ મેસેજેને લઈને પણ લોકોને પીઆઈબી એલર્ટ કરી ચુક્યા છે. જ્યાં હેકર્સ KYC પ્રોસેસના નામ પર લોકોના બેંક ડિટેલ્સ ચોરી કરી લે છે.

PROMOTIONAL 8

IMEI શું હોય છે?

IMEIનું પુરુ નામ ઈન્ટરનેશનલ મોબાઈલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી છે. આ નંબર 15 નંબરનો યુનિક કોડ હોય છે. IMEI મોબાઈલ ફોનની ઓળખ કરે છે. તેના ઉપરાંત કોઈ પણ ફોન નંબર અને નટવર્ક સાથે જોડાયેલી જાણકારી મેળવવામાં મદદ કરે છે.

વધુ વાંચો: તમે કેન્સર વાળી ચા નથી પીતા ને? રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો, ચા રસિકો ખાસ જાણી લેજો

Mobile Phone 04

સરળ ભાષામાં IMEI નંબરને ફોનનું ડિજિટલ ફિંગરપ્રિંટ કહેવામાં આવે છે. ગુમ થયેલા અથવા તો ચોરી થયેલા ફોનને તેની મદદથી તમે ટ્રેક પણ કરી શકો છો. IMEI નંબરથી તમને ફોનના મોડલ, નિર્માણના કારણે અને સીરિયલ નંબર જેવી જાણકારી મળી જાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mobile Number IMEI નંબર Mobile Connection
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ