બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Doors of Ambaji temple reopened from today! Know the time and new guideline before going to Darshan

અંબાજી / આજથી ફરી ખુલ્યા અંબાજી મંદિરના દ્વાર ! દર્શને જતા પહેલા જાણી લો સમય અને નવી ગાઇડલાઇન

ParthB

Last Updated: 08:36 AM, 1 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના વચ્ચે વધેલા સંક્રમણનાં કારણે શક્તિપીઠ અંબાજી મંદિર ટ્રસ્ટે ભાવિકોને પ્રવેશ બંધી ફરમાવી હતી. જે હવે આજથી દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્યા છે

  • અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકાશે
  • આજથી દર્શનાર્થીઓને મંદિરમાં પ્રવેશ અપાશે
  • કોરોના ગાઇડલાઇન અનુસાર કરી શકશે દર્શન

શક્તિપીઠ અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકાશે

શ્રદ્ધાળુઓ માટે બહુ મોટા કહી શકાય તેવા સમાચાર આવી રહ્યા છે. કોરોનાના વચ્ચે વધેલા સંક્રમણનાં કારણે  શક્તિપીઠ અંબાજી મંદિર ટ્રસ્ટે ત્રણ સપ્તાહ માટે ભાવિકોને પ્રવેશ બંધી ફરમાવી હતી. જે મુદ્દત આજે પૂર્ણ થતા દર્શનાર્થીઓ માટે મંદિર ખુલ્લુ મુકાયું હતું. આજે  સવારે 7.30થી 11.30 દરમિયાન રાબેતા મુજબ દર્શન શરૂ થઈ ગયા છે. તો બપોરે 12.30થી 4.15 સુધી અને સાંજે 7થી 9 વાગ્યા દરમિયાન પણ  દર્શન કરી શકાશે.

ગબ્બર પર્વત પર પણ શ્રદ્ધાળુઓ કરી શકશે દર્શન

મહત્વનું છે કે, બીજી તરફ આજ રીતે ગબ્બર પર્વત પર પણ શ્રદ્ધાળુઓ દર્શન  કરી શકશે.તેમજ મંદિરમાં દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓએ મંદિરની વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તેમજ વેક્સિનેશન સર્ટી અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. તેમજ તંત્ર દ્વારા  65 વર્ષથી વધુ ઉંમરના શ્રદ્ધાળુઓને ઓનલાઈન દર્શનની અપીલ કરવામાં આવી છે.   

આજથી કચ્છનું કોટેશ્વર મંદિર પણ ભક્તો માટે ખુલ્યું 

શક્તિપીઠ અંબાજી મંદિર બાદ કચ્છનું કોટેશ્વર મંદિરમાં આજ થી ભાવિકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતાં કચ્છનું નારાયણ સરોવર-કોટેશ્વર મંદિર 31મી જાન્યુઆરી સુધી બંધ કરાયા હતાં. જેની મુદ્દત પૂર્ણ થતાં આજ થી પુનઃ ખોલવામાં આવ્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ