ચૈત્ર નવરાત્રી કાલે 22 માર્ચ 2023, બુધવારથી શરૂ થઈ રહી છે. માતા દુર્ગાના ભક્ત નવરાત્રીના 9 દિવસ વ્રત કરે છે. જો તમે આ વખતે વ્રત નથી રાખી શકતા તો નિરાશ ન થવાની જરૂર નથી. આ કામ કરીને પણ માતા દુર્ગાની સંપૂર્ણ કૃપા મેળવી શકો છો.
કાલથી શરૂ થઈ રહી છે ચૈત્રી નવરાત્રી
માતા દુર્ગાના ભક્તો 9 દિવસ કરે છે વ્રત
9 દિવસ વ્રત ન કરી શકો તો કરો આ કામ
હિંદૂ ધર્મમાં નવરાત્રીનો પર્વ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વખતે ચૈત્રી નવરાત્રીનો પર્વ કાલે એટલે કે 22 માર્ચથી શરૂ થઈ રહ્યો છે. આ દિવસે હિંદૂ નવવર્ષની શરૂઆત થાય છે. માતા અંબાના ભક્તો આતુરતાથી નવરાત્રીની રાહ જોતા હોય છે.
આ 9 દિવસમાં તે માતા દુર્ગાની ખાસ પુજા-આરાધના કરે છે. વ્રત-ઉપવાસ રાખે છે. ઘર-ઘરમાં ઘટસ્થાપના કરે છે. પરંતુ ઘણી વખત સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા, યાત્રા વગેરે વિવિધ કારણોના કારણે ભક્ત વ્રત-ઉપવાસ નથી કરી શકા. એવી સ્થિતિ માટે ધર્મ-શાસ્ત્રોમાં અમુક રીતો જણાવવામાં આવી છે. જેનાથી તમે નવરાત્રીનું વ્રત કર્યા વગર પણ માતા દુર્ગાની કૃપા મેળવી શકો છો.
નવરાત્રીનું વ્રત કર્યા વગર મેળવો માતાજીની કૃપા
ઘણી વખત યાત્રા, કોઈ બિમારી, ગર્ભાવસ્થા અથવા અન્ય કારણના કારણે લોકો નવરાત્રીના 9 દિવસનું વ્રત નથી કરી શકતા. એવામાં તે અન્ય રીતે માતા દુર્ગાની કૃપા મેળવી શકે છે. એવી સ્થિતિમાં તે નવરાત્રીના પહેલા દિવસે અને અષ્ટમીનું વ્રત કરી શકે છે.
બાકીના દિવસે વિધિ-વિધાનથી માતાજીની પૂજા કરીને લાભ મેળવી શકો છો. ઘણી વખત લોકો નવરાત્રીના પહેલા દિવસે, પાંચમા દિવસે અને આઠમે વ્રત કરીને નવમીએ પારણા કરી શકે છે. તેમાં પણ નવરાત્રીના 9 વ્રત કરવા જેવું ફળ મળે છે.
9 દિવસ સુધી એકટાણું
આ ઉપરાંત 9 દિવસ સુધી દરરોજ એક સમય સાત્વિક ભોજન કરવાથી પણ વ્રત કરી શકાય છે. પરંતુ આ સમયે એ યાદ રાખવું જોઈએ કે દરરોજ વ્રતનો સંકલ્પ જરૂર લો અને રોજ માતા દુર્ગાની વિધિ-વિધાનથી પૂજા કરો.
તોજ માતા દિર્ગા પ્રસન્ન થશે. સાથે જ આ સમયે પોતાનો વધુમાં વધુ સમય માતા દુર્ગાની આરાધનામાં પસાર કરો અને કોઈને અપશબ્દો ન કરો સાથે જ કોઈ મહિલાનું અપમાન ન કરો.
વ્રત ન કરી શકો તો કરો આ ઉપાય
જો એક પણ દિવસ વ્રત ન કરી શકો તો નવમીના દિવસે વિધિ-વિધાનથી હવન-પૂજા કરો. સાથે જ કન્યા પૂજન જરૂર કરો. કન્યાઓને સન્માનપૂર્વક હલવો-પુરી કે ખીર- પુરીનું ભોજન કરાવો અને ભેટ આપીને ચરણ સ્પર્શ કરો.