બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Budget / તમારા કામનું / તમે લોનની EMI નથી ચૂકવી શકતા તો ચિંતા ન કરશો, લોન સેટલમેન્ટના આ ઓપ્શનથી ટેન્શન થશે દૂર

કામની વાત / તમે લોનની EMI નથી ચૂકવી શકતા તો ચિંતા ન કરશો, લોન સેટલમેન્ટના આ ઓપ્શનથી ટેન્શન થશે દૂર

Last Updated: 03:17 PM, 18 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમુક વખત આપણે બેંક લોન લઈને ફસાઈ જતાં હોય છીએ. ઘરમાં મોટો ખર્ચો આવવાના કારણે કે પછી આવકનો સ્ત્રોત બંદ થઈ જવાના કારણે EMI ભરી શકતા નથી.

અમુક કારણોસર આપણે બેંકમાંથી લીધેલી લોનના હપ્તા ચૂકવી શકતા નથી. જેમાં હોસ્પિટલનો ખર્ચ આવવો કે નોકરી છૂટી જવી જેવા કારણો જવાબદાર હોઈ શકે છે.  જો તમે EMI ભરી ન શકો તો ટેન્શનમાં આવવાની જરૂર નથી. તેના માટે વચ્ચેનો રસ્તો નીકળી શકે છે. આજે તેના વિકલ્પ વિશે અહીંયા જાણવાનો પ્રયાસ કરીશું.

જો તમે કોઈ કારણોસર બેંક લોનનો પ્રથમ હપ્તો ભરી ન શકો તો બેંકનો સંપર્ક કરવો. જો કોઈ મોટું કારણ હોય તો તમે કેટલાક મહિના સુધી EMI હોલ્ડ કરવાની અરજી કરી શકો છો. આ અરજીથી તમને કેટલાક મહિના સુધીની રાહત મળી શકે છે. પૈસા આવ્યા બાદ તે રકમ ચૂકવવાની થશે.

તમે બેંક મેનેજર સાથે વાત કરીને લોનની ટેન્યોર વધારવાની અરજી કરી શકો છો.  તેનાથી દર મહિને ભરવામાં આવતી EMIની રકમ ઘટી શકે છે. અમુક વખત બેંકની શરતો રીસ્ટ્રક્ચર થઇ શકે છે કે પછી કેટલાક સમય માટે મોરેટોરિયમ (ચૂકવણી સ્થગિત) થઇ શકે છે.  જેમાં કેટલાક સમય માટે EMI ભરવામાં રાહત મળે છે.

વધુ વાંચો : ભારતના સ્લીપરની દુનિયામાં ભારે માગ, આ દેશમાં 100 રૂપિયાના ચપ્પલનો ભાવ 1 લાખ, જુઓ વીડિયો

જો તમે EMI ના ભરી શકો તેવી સ્થિતિમાં હોવ તો ઓવડ્રાફ્ટ કે પછી ટોપ-અપ લોન માટે અરજી કરી શકો છો. ઓવડ્રાફ્ટ એક રીતની ક્રેડિટ સુવિધા છે. જે બેંક તમને કરંટ એકાઉન્ટ કે સેવિંગ એકાઉન્ટ પર આપે છે. જેમાં બેંક એકાઉન્ટમાં જમાં રકમ કરતા વધુ પૈસા ઉપાડવાની સુવિધા મળે છે. ટોપ અપમાં લોન સિવાય બીજી રકમ ઉધાર લઇ શકાય છે.

આ લોનને તમે કંસોલિડેશન પણ કરી શકો છો. જો તમે એક કરતા વધુ લોન લીધેલી હોય તો કંસોલિડેશન લોન મારફતે બધી લોનની એક જ EMI ભરી શકો છો. તેનાથી દરેક લોન મર્જ થઇ જાય છે. અને તમારે વ્યાજ દર પણ ઓછું ચૂકવવાનું થાય છે.

  • EMI ચૂકવવાની બે રીત
    બેંક લોન ચૂકવવાની બે રીત હોય છે. એક હોય છે એડવાન્સ અને બીજી એરિયર. તમારી નાણાકીય સ્થિતિ મુજબ તમે આ બેમાંથી કોઈ એક રીતે લોનની ભરપાઈ કરી શકો છો. એડવાન્સ EMIમાં વ્યાજદર ઓછું હોય છે. એરિયરમાં વ્યાજદર વધુ લાગે છે.
PROMOTIONAL 4
  • એડવાન્સ EMI
    આ રીતમાં લોનના પૈસા મળ્યાના પહેલા જ એક કે તેથી વધુ EMI ચૂકવી દેવામાં આવે છે. જેમાં લોન એપ્રુવ થયાના 1-2 મહિના પહેલા EMI ભરવી પડે છે. જો તમે 1 લાખની લોન લો છો અને હપ્તાની રકમ 5 હજાર છે તો તથા તમે 2 હપ્તા ભર્યા છે તો તો તમને 90 હજાર રૂપિયા મળે છે.
  • એરિયર EMI
    એરિયર EMIમાં લોન મળ્યા બાદ હપ્તા ચૂકવવાના હોય છે. જો તમારી લોન 1 લાખની હોય તો પૂરેપૂરી લોનની રકમ મળે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Loan EMI Bank Loans Loan Overdraft
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ