don't wear mask at all, says Raj Thackeray as he attends event at Mumbai's Shivaji Park
ઉઘાડછોગ ભંગ /
મહારાષ્ટ્રમાં રાજ ઠાકરે માસ્ક વિના દેખાયા જાહેર કાર્યક્રમમાં, સવાલ પૂછ્યો તો કહ્યું હું નથી પહેરતો
Team VTV09:09 PM, 27 Feb 21
| Updated: 09:13 PM, 27 Feb 21
મનસે પ્રમુખ રાજ ઠાકરે મુંબઈના શિવાજી પાર્ક મેદાનમાં આયોજિત મરાઠી ભાષા દિવસ કાર્યક્રમમાં માસ્ક વગર દેખાયા.
નેતાઓ જ માસ્ક વગર જાહેરમાં નીકળી પડે તો પછી દોષ કોને દેવો
મરાઠી ભાષા દિવસની ઉજવણીનો પ્રસંગ
રાજ ઠાકરેની પત્ની,પુત્ર અને પુત્રવધુએ માસ્ક પહેર્યું
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. સરકાર દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટસ્ટીંગનું કડકાઈથી પાલન કરાવાઈ રહ્યું છે પરંતુ નેતાઓ જ માસ્ક વગર જાહેરમાં નીકળી પડે તો પછી દોષ કોને દેવો.
પ્રસંગ હતો મુંબઈમાં 27 ફેબ્રુઆરીએ મરાઠી ભાષા દિવસની ઉજવણીનો. આ પ્રસંગે શિવાજી પાર્કમાં સંમેલન ગોઠવાયું હતું અને મનસે પ્રમુખ રાજ ઠાકરે આવ્યાં હતા પરંતુ તે પણ માસ્ક વગરે. માસ્ક કેમ પહેર્યું નથી એવું જ્યારે રાજ ઠાકરેને કહેવામાં આવ્યું ત્યારે તેઓ બોલ્યાં હું તો કદી પણ માસ્ક પહેરતો જ નથી.
હેરતભરી વાત તો એ છે કે પોલીસે મરાઠી ભાષા દિવસ સમારોહ કરવાની મંજૂરી આપી જ નહોતી તેમ છતાં પણ મહારાષ્ટ્રની ઘણી હસ્તીઓએ તેમાં હાજરી આપી.
જોકે રાજ ઠાકરેની પત્ની, પુત્ર અને પૂત્રવધુ માસ્ક પહેરીને આવ્યાં હતા.
પ્રસંગને સંબોધિત કરતા રાજ ઠાકરેએ શિવજયંતિ અને મરાઠી દિવસ પ્રોગ્રામની મંજૂરી ન આપવા બદલ અસંતોષ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે પશ્ચિમ બંગાળમાં પણ કોરોના વાઈરસના કેસો વધી રહ્યાં છે છતાં પણ ચૂંટણી યોજવામાં આવી રહી છે. જો કોરોનાના કેસો વધ્યાં હોય તો શામાટે ચૂંટણી મોકૂફ નથી રાખવામાં આવતી.