બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:36 AM, 16 April 2023
ADVERTISEMENT
જ્યારે પણ વ્યક્તિ નવી વસ્તુની ખરીદી કરે છે, ત્યારે તે તેની પાસે જ રાખે છે. લોકો લાખો રૂપિયાની કાર ખરીદે તો, કાર સાથે જ વધુ સમય પસાર કરે છે. અનેક લોકો પોતાની નવી કારમાં બેસી જાય છે અને કલાકો સુધી ગીત સાંભળતા રહે છે. આ પ્રકારે કરવું તે આરોગ્ય માટે યોગ્ય છે? આ પ્રકારે કરવાથી તમારા આરોગ્ય પર અસર થઈ શકે છે, તમે કેન્સરનો શિકાર પણ થઈ શકો છો.
શું ખરેખર કેન્સર થાય છે?
ચીન અને અમેરિકાના વૈજ્ઞાનિકોએ આ બાબતે એક રિસર્ચ કર્યું હતું. આ રિસર્ચ પરથી જાણવા મળ્યું કે, નવી કારમાં કેમિકલ લેવલ સેફ લિમિટ કરતા વધુ હોય છે. જેના કારણે કેન્સર થવાનું જોખમ રહે છે. આ એક વિશેષ પ્રકારનું કેમિકલ હોય છે, જેને ફોર્મલડિહાઈડ કહેવામાં આવે છે. જેની સાથે નવી કારમાં Acetaldehyde ની માત્રા 61 ટકા સુધી વધી જાય છે. આ Acetaldehyde આરોગ્ય માટે ખૂબ જ જોખમી છે.
ADVERTISEMENT
રિસર્ચ કેવી રીતે કરવામાં આવ્યું હતું
ચીન અને અમેરિકાના વૈજ્ઞાનિકોએ પ્લાસ્ટિક, નકલી લેધર અને ફેલ્ટની મદદથી મીડિયમ સાઈઝની SUV બનાવી. ત્યારપછી આ કારને ઘરની બહાર પાર્ક કરી દીધી. ધીરે ધીરે કારનું તાપમાન વધવા લાગ્યું અને કેમિકલની માત્રામાં પણ વધારો થયો. એક નવી કારમાં મલ્ટીપલ વોલેટાઈલ ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય છે, જેના કારણે કેન્સર થવાનું જોખમ રહે છે. અન્ય સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, એક ડ્રાઈવર દરરોજ કારમાં 11 કલાક પસાર કરે છે. એક પેસેન્જર કારમાં 1.5 કલાક પસાર કરે છે. કારમાં જેટલો સમય પસાર કરવામાં આવે છે, તે દરમિયાન આ જોખમી કેમિકલ શ્વસન માર્ગથી ફેફસા સુધી પહોંચે છે. આ કારણોસર યાત્રિકો અને ડ્રાઈવરોને ઈંક્રીમેંટલ લાઈફટાઈમ કેન્સર થવાનું જોખમ રહે છે.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.