BMCએ બોમ્બે હાઈકોર્ટે એવું જણાવ્યું છે કે વેક્સિનેશન અભિયાન સારી રીતે ચાલી રહ્યું હોવાથી મુંબઈમાં કોરોનાની ત્રીજી લહેરની કોઈ શક્યતા નથી.
બોમ્બે હાઈકોર્ટેમાં BMCની રજૂઆત
મુંબઈમાં વેક્સિનેશનનું કામ ધમધોકાર ચાલી રહ્યું છે
કોરોનાની ત્રીજી લહેરની કોઈ શક્યતા નથી
42 લાખ લોકોને વેક્સિનના બન્ને ડોઝ આપી દેવાયા
બીએમસીએ બોમ્બે હાઈકોર્ટમાં જણાવ્યું કે 42 લાખ લોકોને વેક્સિનના બન્ને ડોઝ આપી દેવાયા છે, 82 લાખ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ મળ્યો છે.
બીએમસી કાઉન્સિલ અનીલ સખરેએ બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું કે હાલમાં પથારીએ રહેલા 2586 લોકોને વેક્સિનના બન્ને ડોઝ આપી દેવાયા છે અને 3942 લોકોએ વેક્સિનનો પહેલો ડોઝ મળ્યો છે.
મુંબઈ હવે સલામત, ત્રીજી લહેરની કોઈ શક્યતા નહીં
બીએમસી અધિકારીએ કોર્ટને જણાવ્યું કે વેક્સિનેશનનું કામ સરળતાપૂર્વક ચાલી રહ્યું છે. હવે વેક્સિનની પણ પૂરતી ઉપલબ્ધતા છે. મુંબઈ હવે સલામત છે. અમને ત્રીજી લહેર આવવાની કોઈ શક્યતા લાગતી નથી.
ચીફ જસ્ટિસ દિપંકર દત્તા અને જસ્ટિસ જીએસ કુલકર્ણીએ 75 વર્ષની વધુ વયના વરિષ્ઠ નાગરિકો માટે ડોર ટૂ ડોર વેક્શિનેશન શરુ કરવા કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકારને આદેશ આપવાની દાદ માગતી જનહિતની એક અરજી પર સુનાવણી કરી હતી.
અરજીમાં એવું કહેવાયું હતું કે 75 વર્ષથી વધુ ઉંમરના લોકો વેક્સિનેશન સેન્ટર સુધી જઈને વેક્સિન લઈ શકે તેવી સ્થિતિમાં નથી.