બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / પીએમ ઇન્ટર્નશિપ સ્કીમમાં એપ્લાય કરવાનો સેકન્ડ ચાન્સ ગુમાવી ન દેતા, નહીંતર રહી જશો! જાણો અંતિમ તારીખ
Last Updated: 12:43 PM, 12 November 2024
પ્રધાનમંત્રી ઈન્ટર્નશિપ પ્રોગ્રામની લાસ્ટ ડેટ એક્સટેન્ડ કરવામાં આવી છે. આથી જે ઉમેદવાર આ યોજનામાં ફોર્મ નથી ભરી શક્યા તેઓ હવે એપ્લાય કરી શકશે. આ યોજનાની તારીખ 15 નવેમ્બર 2024 કરવામાં આવી છે. જેથી દેશની મોટી અને જાણીતી કંપનીઓમાં કામ શીખવા ઇચ્છુક ઉમેદવારો આ નવી તારીખ સુધી ફોર્મ ભરી શકશે. જેમાં ઉમેદવારોને સ્ટાઇપેન્ડ પણ મળશે.
ADVERTISEMENT
જે લોકો ફૂલ ટાઇમ એટલે કે રેગ્યુલર અભ્યાસ કે નોકરી ન કરતા હોય તેવા લોકો ફોર્મ ભરી શકે છે. ઓનલાઈન/ડિસ્ટન્સ લર્નિંગ પ્રોગ્રામ દ્વારા અભ્યાસ કરતા ઉમેદવારો તેમાં અરજી કરી શકે છે. જેમાં અરજી કરવાની ઉમેદવારોની લઘુત્તમ વય 21 વર્ષ અને મહત્તમ 24 વર્ષ હોવી જોઈએ.
ADVERTISEMENT
આ સિવાય સીએ, સીએમએ, સીએસ, એમબીએ, સીએમએ અથવા માસ્ટર્સ ડિગ્રી અથવા તેનાથી ઉપરની ડીગ્રી ધરાવનાર ઉમેદવારો પણ આ માટે અરજી નહીં કરી શકે. ભારત સરકારના આ ઈન્ટર્નશિપ પ્રોગ્રામમાંથી પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને 5,000 રૂપિયા અને પ્રતિ વર્ષ 6000 રૂપિયા પણ મળશે.
સૌ પહેલા PM ઈન્ટર્નશિપ સ્કીમની ઑફિશિયલ સાઈટ pminternship.mca.gov.in પર જવું.
હવે હોમપેજ પરની રજીસ્ટ્રેશન લિંક પરથી પ્રોસેસ પૂર્ણ કરો.
વેબસાઇટ પર લોગિન કરો અને ફોર્મમાં જરૂરી વિગતો ભરો.
જરૂરી દસ્તાવેજો યોગ્ય સાઇઝમાં અપલોડ કરો.
છેલ્લે ફોર્મ તપાસો અને સબમિટ કરો.
ફોર્મનું ફાઈનલ પ્રિન્ટઆઉટને સુરક્ષિત રાખો.
પીએમ ઈન્ટર્નશિપ સ્કીમ 2024 હેઠળ યુવા ઉમેદવારોને ટાટા કન્સલ્ટન્સી, વિપ્રો, રિલાયન્સ, ટીસીએ, ટેક મહિન્દ્રા જેવી 500 કોર્પોરેટ અને સરકારી કંપનીઓમાં કામ કરવાની તક મળશે. આ ઇન્ટર્નશિપ પ્રોગ્રામમાં, ઉમેદવારો બેંકિંગ, ઓઈલ, ટ્રાવેલ વગેરે ક્ષેત્રોમાં તેમની યોગ્યતા અને ઇચ્છા મુજબ ફોર્મ ભરી શકે છે. આ યોજના મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેયર્સ હેઠળ ચલાવવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.