બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Budget / સસ્તા ભાવે સોનું ખરીદવાની તક ચુકતા નહીં! ભાવમાં 1500 રૂપિયાનો ઘટાડો, જાણો લેટેસ્ટ રેટ
Last Updated: 09:38 PM, 13 December 2024
ADVERTISEMENT
જ્વેલર્સ અને સ્ટોકિસ્ટોની ભારે વેચવાલીના કારણે શુક્રવારે બુલિયન માર્કેટમાં સોનું 1400 રૂપિયા ઘટીને 80000 રૂપિયાની નીચે પહોંચી ગયું હતું. આ સિવાય ચાંદીમાં 4200 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. આ માહિતી ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશને આપી છે. આ સિવાય આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કમજોર વલણને કારણે બુલિયનના ભાવ પર ભારે દબાણ રહ્યું છે.
99.9 ટકા શુદ્ધતાવાળા સોનાની કિંમત 1400 રૂપિયા ઘટીને 79,500 રૂપિયા 10 પ્રતિ ગ્રામ થઈ ગઈ છે. પાછળના સત્રમાં તે 80,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. તો ચાંદી 4200 રૂપિયા ઘટીને 92800 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ છે. ડિસેમ્બર મહિનાનો આ સૌથી મોટો ઘટાડો છે. ગુરુવારે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં ચાંદી 97000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. 99.5 ટકા શુદ્ધતાના સોનાની કિંમત પણ 1400 રૂપિયા ઘટીને 79100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે, જ્યારે તેના આગલા દિવસે તેની કિંમત 80500 રૂપિયા હતી.
ADVERTISEMENT
LKP સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ (રિસર્ચ એનાલિસ્ટ) જતિન ત્રિવેદીએ જણાવ્યુ કે USમાં પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સ (PPI)માં ઘટાડો અને સાપ્તાહિક બેરોજગારીના દાવાઓમાં થયેલા વધારા બાદ પ્રોફિટ-બુકિંગને કારણે સોનામાં ભારે વેચવાલી જોવા મળી હતી. જેના લીધે કોમેક્સ (કોમોડિટી માર્કેટ)માં સોનાની કિંમત 2670 ડોલર પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. કોમેક્સ સોનું $18.60 ડોલર પ્રતિ 10 ગ્રામ પર ઘટીને $2,690.80 થયું છે. ચાંદીનો ભાવ 1.42 ટકા ઘટીને 31.17 ડોલર પ્રતિ ઔંસ થયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT