Team VTV05:25 PM, 28 Nov 22
| Updated: 05:27 PM, 28 Nov 22
સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજ્જુની કોલેજિયમ સિસ્ટમ પરની કોમેન્ટને સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે.
જજોની નિયુક્તી મામલે સુપ્રીમ સરકારની નારાજ
સુપ્રીમે કાયદા મંત્રી કિરણ રિજ્જુની કોમેન્ટ ફગાવી
રિજ્જુએ કોલિજિયમ સિસ્ટમ પર ઉઠાવ્યાં હતા સવાલ
જજોની નિયુક્તિ મુદ્દે કેન્દ્ર સરકાર અને સુપ્રીમ કોર્ટ ફરી એક વાર આમને-સામને જોવા મળી રહી છે. સુપ્રીમ કોર્ટે કોલેજિયમ દ્વારા મોકલવામાં આવેલા નામો પર સરકાર નિર્ણય ન લેતા નારાજગી વ્યક્ત કરી છે. કોર્ટે કહ્યું છે કે જો સરકાર નિર્ણય નહીં લે તો તેને ન્યાયિક આદેશ આપવો પડી શકે છે.
કિરણ રિજ્જુ આવું નિવેદન ન આપી શકે
સુપ્રીમે કાયદા મંત્રી કિરણ રિજ્જુની કોમેન્ટ પર પણ અસંતોષ વ્યક્ત કર્યો છે. કિરણ રિજિજુની એવી કોમેન્ટ કે
કોલેજિયમ સિસ્ટમ એવું ન કહી શકે કે સરકારે તેના દ્વારા મોકલવામાં આવેલા દરેક નામને તાત્કાલિક મંજૂરી આપે જો એવું હોય તો તેમણે પોતાની મેળે જ એપોઇન્ટમેન્ટ લેવી જોઈએ, તેને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમે કહ્યું કે અમે અત્યાર સુધી ઘણા નિવેદનોની અવગણના કરી છે, પરંતુ આ એક ઉચ્ચ પદ પર બેઠેલી વ્યક્તિનું નિવેદન છે. તેમણે આવું નિવેદન આપવું જોઈતું ન હતું.
It appears govt unhappy over NJAC Act not passing muster: SC on delay in Centre accepting Collegium's recommendations
સરકારે દોઢ વર્ષથી નિયુક્તીની ફાઈલ રોકી રાખી છે
જજોની નિમણૂકના મુદ્દે સુનાવણી કરી રહેલી જસ્ટિસ સંજય કિશન કૌલની અધ્યક્ષતાવાળી બેન્ચે સરકાર સાથે લાંબા સમયથી ફસાયેલી ફાઇલો પર ઉંડો અસંતોષ વ્યક્ત કર્યો હતો. જસ્ટિસ કૌલે કહ્યું, "કેટલાક નામો દોઢ વર્ષથી વધુ સમયથી સરકાર પાસે છે. આ રીતે સિસ્ટમ કેવી રીતે ચાલી શકે? સારા વકીલોને જજ બનવા માટે રાજી કરવા સહેલા નથી, પરંતુ સરકારે આ નિયુક્તિને એટલી મુશ્કેલ બનાવી દીધી છે કે વિલંબથી પરેશાન લોકો પાછળથી પોતાના નામ જાતે જ પાછા ખેંચી લે છે?
કારણ વગર ફાઈલ રોકી રાખવી ખોટું-સુપ્રીમ
કોર્ટે એમ પણ કહ્યું હતું કે, સરકાર તરફથી કોઈ કારણ આપ્યા વગર ફાઈલ રોકી રાખવું ખોટું છે. સરકાર પોતાનું નામ પસંદ કરી રહી છે. સુનાવણી દરમિયાન એટોર્ની જનરલ આર.વેંકટરામનીએ કહ્યું હતું કે, તેઓ બાકી રહેલી ફાઇલોનો જવાબ સરકાર સાથે વાત કરીને આપશે. કોર્ટે સુનાવણી 8 ડિસેમ્બર સુધી મુલતવી રાખી હતી.