બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / મેડિકલ પોલિસી લેતી વખતે તમે નથી કરતા ને આ ભૂલો! નહીં મળે ક્લેમના પુરા પૈસા

photo-story

7 ફોટો ગેલેરી

કામની વાત / મેડિકલ પોલિસી લેતી વખતે તમે નથી કરતા ને આ ભૂલો! નહીં મળે ક્લેમના પુરા પૈસા

Last Updated: 09:58 PM, 4 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

લોકો દવાખાનાના ખર્ચથી બચવા માટે મેડિકલ વીમો લેતા હોય છે. પરંતુ આ વીમો લેતી વખતે અમુક બાબતો ધ્યાને લેવી જરૂરી છે. નહીં તો તમને ફાયદાની જગ્યાએ નુકશાન થઈ શકે છે.

1/7

photoStories-logo

1. મેડિકલ ઇન્શ્યોરન્સ

હેલ્થ દરેક વ્યક્તિના જીવનનો ખૂબ જ મહત્વનો હિસ્સો છે. લાઇફમાં ગમે ત્યારે અકસ્માત થઈ શકે છે અથવા મોટી બીમારી પણ આવી શકે છે. જેથી લોકો આવા હેલ્થ ખર્ચ ટાળવા માટે મેડિકલ ઇન્શ્યોરન્સ લેતા હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. આ બાબતોનું રાખો ધ્યાન

મેડિકલ ઇન્શ્યોરન્સ લેતી વખતે તમારા માટે યોગ્ય પોલિસી પસંદ કરવી ખૂબ જ જરૂરી છે. જો તમે યોગ્ય મેડિકલ પોલિસી નથી લેતા તો તમને નુકસાન વેઠવું પડી શકે છે. મેડિકલ પોલિસી લેતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. પોલિસીનું કવરેજ

જ્યારે તમે મેડિકલ ઇન્શ્યોરન્સ લઈ રહ્યા હોવ ત્યારે સૌ પહેલા તમારે તમારી પોલિસીના કવરેજને સમજવું જોઈએ. તમારી પોલિસીમાં કયા તબીબી ખર્ચાઓ આવરી લેવામાં આવ્યા છે. શું તે હોસ્પિટલમાં દાખલ થવા પહેલા અને બાદના ખર્ચને આવરી લેવામાં આવ્યા છે કે નહીં? શું તેમાં સર્જરી, દવાઓ અને ડાયગ્નોસ્ટિક ટેસ્ટ માટે કવરેજ છે?

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. વેઈટિંગ પીરીયડ

આ સિવાય તમારા માટે પોલિસીમાં વેઈટિંગ પીરીયડ વિશે માહિતી મેળવવી પણ જરૂરી છે. કારણ કે અનેક વીમા કંપનીઓ અમુક પહેલાથી જ અસ્તિત્વમાં રહેલી બીમારીઓ માટે વેઈટિંગ પીરીયડ નક્કી કરે છે. જે સામાન્ય રીતે 2 થી 3 વર્ષ સુધીનો હોય છે. જો તમને કોઈપણ બીમારી માટે કવરેજની જરૂર હોય તો તેના વિશે ચોક્કસથી જાણવાનો પ્રયાસ કરો.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. નેટવર્ક હોસ્પિટલો

જ્યારે તમે મેડિકલ પોલિસી લઈ રહ્યા હોવ ત્યારે પોલિસી હેઠળ આવરી લેવામાં આવતી નેટવર્ક હોસ્પિટલોની યાદી પણ તપાસો, અને એ પણ માહિતી લો કે હોસ્પિટલોમાં કેશલેસ ક્લેમની સુવિધા ઉપલબ્ધ છે કે નહીં. જેથી ઇમરજન્સીની સ્થિતિમાં તમને મુશ્કેલી ન પડે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ક્લેમની સેટલમેન્ટ પ્રોસેસ

આ સિવાય તમારે ક્લેમની સેટલમેન્ટ પ્રક્રિયા વિશે જાણવુ જોઈએ, કે તેમાં કેટલો સમય લાગે છે. પોલિસીમાં કયા રોગો આવરી લેવામાં નથી આવતા તે જાણવું પણ જરૂરી છે. જેથી સારવાર દરમિયાન તમને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. કવરેજ

આ સાથે એ પણ જાણવું જરૂરી છે કે તમારા પ્રીમિયમની સરખામણીમાં કેટલું કવરેજ મળી રહ્યું છે. સસ્તી પોલિસી ખાતર કવરેજ સાથે સમાધાન ન કરો. પોલિસીની સરખામણી કર્યા બાદ જ ખરીદો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Insurance Policy Medical Insurance Health Insurance

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ