આપણે હજુ પણ અમુક જૂની માન્યતાઓને ફોલો કરીએ છીએ. જે ધર્મ અને સુરક્ષા સાથે જોડાયેલી છે. જેમાં અમુક બાબત એવી છે જેને સાંજના સમય બાદ કરવાથી ઘર પરિવારમાં નકારત્મકતા આવે છે.
Share
1/6
1. સાંજે આ કામ ન કરો
સનાતન ધર્મની માન્યતા અનુસાર, સાંજ બાદ અમુક કામ ન કરવા જોઈએ. નહીં તો ઘર પરિવારમાં નકારાત્મકતા આવે છે અને સુખ સમૃદ્ધિ પર પણ તેની અસર પડે છે. આપણે અહીંયા જાણીશું કે, એ કઈ પાંચ બાબત છે જેને સાંજના સમયે કરતા બચવું જોઈએ.
આ તસવીર શેર કરો
2/6
2. નખ ન કાપવા
પ્રાચીન સમયથ તે માન્યતા પ્રચલિત છે કે સૂર્યાસ્ત બાદ નખ કાપવા જોઈએ નહીં. તેની પાછળનું મુખ્ય કારણ સ્વચ્છતા અને સલામતી સાથે જોડાયેલું છે. પ્રાચીન સમયમાં વીજળી ન હોવાથી અંધારામાં નખ કાપતી વખતે ઇજા થવાનુ જોખમ રહેતું હતું.
આ તસવીર શેર કરો
3/6
3. ગંદા વાસણો ન છોડવા
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યાસ્ત બાદ ગંદા વાસણો છોડવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. આથી વાસણોને રાત્રે ધોઈને સાફ રાખવાનું શુભ માનવામાં આવે છે, જેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા રહે છે.
આ તસવીર શેર કરો
4/6
4. ઉધાર લેવડ દેવડ ન કરવી
એવી માન્યતા છે કે, સૂર્યાસ્ત બાદ કોઈએ ઉધાર પૈસાની લેવડ દેવડ ન કરવી જોઈએ, તેનાથી લક્ષ્મી માતાના આશીર્વાદ નથી મળતા. જે તમારી આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર કરી શકે છે.
આ તસવીર શેર કરો
5/6
5. ઝાડુ ન મારવું
વાસ્તુશાસ્ત્ર મુજબ સૂર્યાસ્ત બાદ ઘરમાં ઝાડુ ન કરવું જોઈએ. એવુ માનવામાં આવે છે કે, આવું કરવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિનો નાશ થાય છે.
આ તસવીર શેર કરો
6/6
6. ભારે ખોરાક ન ખાવો
નિષ્ણાતોના મતે સૂર્યાસ્ત બાદ ભારે ખોરાક ન ખાવો જોઈએ કારણ કે રાત્રે આપણું પાચન ધીમુ થઈ જતુ હોય છે. જો આપણે ભારે ખોરાક ખાઈએ છીએ તો આપણું પેટ તેને બરાબર રીતે પચાવી શકતું નથી, જે સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે.
આ તસવીર શેર કરો
સંકળાયેલા મુદ્દાઓ
Mythology
Sanatan Dharma
Religion
VTV Gujarati
WhatsApp Channel Invite
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.