બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / મૂળાના પત્તાંને વેસ્ટ ન જવા દેતા, કારણ કે ફાયદા જાણશો તો ચોંકી જશો

જાણી લો / મૂળાના પત્તાંને વેસ્ટ ન જવા દેતા, કારણ કે ફાયદા જાણશો તો ચોંકી જશો

Last Updated: 11:31 AM, 4 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિયાળાની ઋતુની શાકભાજીમાં મૂળાનું વિશેષ સ્થાન છે. શાક હોય કે સલાડ, લોકો તેને ખૂબ જ ઉત્સાહથી ખાય છે, પરંતુ અમે તમને જણાવી દઈએ કે મૂળાના પાંદડા ખાવામાં એટલા જ સ્વાદિષ્ટ હોય છે અને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય છે (Radish Leaves Benefits). જાણીએ કે મૂળાના પાન ખાવાથી સ્વાસ્થ્ય માટે કેવી રીતે ફાયદાકારક સાબિત થઈ શકે છે

શિયાળાની ઋતુમાં એવું કહેવામાં આવે છે કે જેટલી શાકભાજીનું સેવન કરો, એટલું તમારા સ્વાસ્થ્ય માટે સારું છે. તો શાકભાજીમાં સૌથી વધારે જો શિયાળામાં ખવાતું હોય, તો તે છે મૂળા. સાથે કોઈપણ સેલાડમાં પણ તે જોવા મળે છે. તો અહીં આપણે બધા સામાન્ય રીતે મૂળા ખાવા માટે પસંદ કરીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે માત્ર મૂળા જ નહીં, પરંતુ તેના પાંદડાઓ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે? કારણ કે મૂળાના પાંદડાં વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન K, વિટામિન C, આયર્ન, કેલ્શિયમ અને ફોલેટ જેવી મહત્વપૂર્ણ પોષક તત્વો છે, જે શરીર માટે ખૂબ જ ઉપયોગી છે.

radish.jpg

વિટામિન K અને C

આ વિટામિન લોહી પ્રવાહને સુધારવામાં અને હાડકાં મજબૂત બનાવવામાં મદદ કરે છે. એટલે એન્ટિઓક્સિડન્ટ તરીકે કામ કરે છે અને તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. તે ત્વચાને પણ સ્વસ્થ રાખે છે. આયર્ન હિમોગ્લોબિનની પેદાઇશમાં મદદ કરે છે, જે શરીર માટે ઓક્સિજન પહોંચાડે છે. સાથે તેમાં કેલ્શિયમ હોવાથી હાડકાં અને દાંત મજબૂત બનાવે છે.

Side_Effects_Of_Vitamin_C thumb

શિયાળામાં મૂળાના પાંદડા ખાવાના ફાયદા

મૂળાના પાંદડાંમાં ફાઈબર હોય છે, જે પાચન પ્રક્રિયા સુધારે છે. આથી, આ પાંદડાં કબજિયાત અને પાચન સંબંધી સમસ્યાઓમાં મદદરૂપ છે. મૂળાના પાંદડાંમાં વિટામિન C વધુ માત્રામાં હોય છે, જે શરીરના રોગપ્રતિકારક શક્તિને વધારવામાં મદદ કરે છે. તે શરદી અને ઉધરસ જેવી બિમારીઓથી પણ બચાવે છે. પાંદડાંની કિનારી પર કેબલરી ઓછી હોય છે અને તેમાં વધુ ફાઈબર હોય છે. આથી, વધુ ખાવાની ઇચ્છા ઓછી થાય છે.

આ પણ વાંચો : બ્લડ શુગરથી લઇને..., સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે કિચનમાં વપરાતી આ ચીજ, ફાયદા ચોંકાવનારા

મૂળાના પાંદડાં બ્લડ પ્રેશર કંટ્રોલમાં મદદ કરે છે. આથી, હાર્ટ પેશર કંટ્રોલ રાખવામાં સહાયરૂપ છે. આયર્નથી ભરપૂર હોવાથી, તે એનિમિયાના દર્દીઓ માટે ખુબ જ ફાયદાકારક છે. મૂળાના પાંદડાં યુરિક એસિડના સ્તર ઘટાડવામાં મદદ કરે છે, જે સંધિવાત (arthritis) જેવા રોગોથી બચાવ કરે છે. જો કે વિટામિન C અને એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર હોવાથી, તે ત્વચાને પણ સુંદર અને સ્વસ્થ બનાવે છે. મૂળાના પાંદડાઓને ફેંકી દેવાથી પ્રામાણિક રીતે આપણા સ્વાસ્થ્ય માટે નુકસાન થાય છે. તેથી, તેને તમારા આહારમાં સામેલ કરો અને તેના અનેક સ્વાસ્થ્યલાભોનો આનંદ માણો!

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

, Waste Radish benifits
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ