વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ભગવાનની તસવીર સહિત અમુક વસ્તુઓ પર્સમાં રાખવાથી આર્થિક નુકસાન થાય છે. જાણો કઈ કઈ વસ્તુ પર્સમાં ન રાખવી જોઈએ
પૈસા રાખવા માટે કરવામાં આવે છે પર્સ / વોલેટનો ઉપયોગ
પર્સમાં રાખેલ વસ્તુઓની પડે છે આપણા જીવન પર અસર
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, પર્સમાં ભગવાનની તસવીર રાખવી અશુભ માનવામાં આવે છે
પૈસા રાખવા માટે કરવામાં આવે છે પર્સ / વોલેટનો ઉપયોગ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર, ઘરમાં રાખેલી દરેક વસ્તુની ઉર્જા આપણા ઉપર ઊંડો પ્રભાવ પાડે છે. આ અસર સારી અને ખરાબ બંને હોય શકે છે. એટલા માટે અમુક વસ્તુઓની પસંદગી, તેમનો ઉપયોગ અને તેની સાર સંભાળ નિયમો અનુસાર જ કરવી જોઈએ. રોજ ઉપયોગમાં આવતી આ મહત્વપૂર્ણ વસ્તુઓમાંથી એક છે પર્સ કે વોલેટ. મહિલાઓ - પુરુષો દ્વારા પૈસા રાખવા માટે ઉપયોગમાં લેવામાં આવતું પર્સ કે વોલેટ તેમની આર્થિક સ્થિતિમાં મુખ્ય રોલ નિભાવે છે. જો તેને લઈને કોઈ ગરબડ થઇ જાય, તો ધન હાનિ અને કારણ વિનાના ખર્ચનો પણ સામનો કરવો પડે છે.
પર્સ/વોલેટને લઈને ન કરતા આ ભૂલો
ધ્યાન રાખો કે પર્સ કે વોલેટ ક્યારેય ફાટેલ કે ખરાબ સ્થિતિમાં ન હોય. પર્સ જો ખરાબ સ્થિતિમાં હશે, ઓ તેને તરત જ બદલી નાંખો. ફાટેલ પર્સ રાખવું, એ પોતાના જ હાથે પૈસાની અછતને આમંત્રણ આપ્યા સમાન છે.
પર્સમાં ક્યારેય પણ નોટ કે બીજી વસ્તુઓ ખચાખચ ન ભરો, પરંતુ વ્યવસ્થિત રીતે રાખો. પર્સમાં ખચાખચ ભરેલી નોટ ધનની દેવી માં લક્ષ્મીને નારાજ કરી શકે છે.
પર્સમાં ક્યારેય જુના બિલ, કામ વગરના કાગળ ન રાખવા જોઈએ. અમ કરવાથી નકારાત્મકતા વધે છે, જે ઘણા પ્રકારના નુકસાનનું કારણ બની શકે છે.
પર્સમાં ક્યારેય પણ ચાવી કે ધારદાર વસ્તુઓ ન રાખવી જોઈએ. આમ કરવાથી ખર્ચ વધે છે. ધન હાનિ થાય છે. કહી શકાય છે કે પર્સમાં લોઢાની વસ્તુઓ પણ ન રાખવી જોઈએ.
પર્સમાં ભગવાનની તસવીર પણ ન રાખવી જોઈએ. આમ કરવાથી દેવી-દેવતાઓનું અપમાન થાય છે.
પર્સમાં સુકાયેલા ફૂલ વગેરે રાખવાથી પણ બચવું જોઈએ. આ વસ્તુઓ પણ નકારાત્મકતાનું કારણ બને છે.