બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / જો-જો ભૂલથી પણ આ સંકેતોને નજરઅંદાજ ન કરતા, નહીં તો વધી જશે કેન્સરનું જોખમ, WHOએ કર્યા અવેરનેસ

photo-story

7 ફોટો ગેલેરી

લાઇફસ્ટાઇલ / જો-જો ભૂલથી પણ આ સંકેતોને નજરઅંદાજ ન કરતા, નહીં તો વધી જશે કેન્સરનું જોખમ, WHOએ કર્યા અવેરનેસ

Last Updated: 04:31 PM, 7 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

7મી નવેમ્બરના દિવસે લોકોને કેન્સર પ્રત્યે જાગૃત કરવા નેશનલ કેન્સર અવેરનેસ ડે ઉજવવામાં આવે છે. કેન્સર શરીરના અલગ અલગ હિસ્સામાં થાય છે. તે જ્યારે શરીરમાં પનપતું હોય ત્યારે તેના શરૂઆતના લક્ષણથી ઓળખી કાઢવામાં આવે તો આ જીવલેણ બીમારીથી બચી પણ શકાય છે.

1/7

photoStories-logo

1. નેશનલ કેન્સર અવરનેસ ડે

ભારતમાં નેશનલ કેન્સર અવરનેસ ડે ઉજવવાની શરૂઆત વર્ષ 2014થી થઈ છે. ત્યારથી કેન્સર પ્રત્યે લોકોને જાગૃત કરવા દર વર્ષે 7મી નવેમ્બરના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. કેન્સરના અનેક પ્રકાર હોય છે. તે જ્યારે શરીરમાં શરુ થાય છે ત્યારે બોડીમાં કેટલાક સંકેત આપે છે. જો તેની સમયસર ઓળખ કરી દેવામાં આવે તો આ જીવલેણ બીમારીથી બચી પણ શકાય છે. આથી આપણે આજે કેન્સરના કેટલાક શરૂઆતના લક્ષણ વિશે જાણીશું.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. અસામાન્ય બ્લીડિંગ

પેશાબ કે મળમાં લોહી આવતું હોય તો તેને અવોઈડ ન કરો. તે કેન્સરનો પણ સંકેત હોઈ શકે છે. જો શરીરના કોઈપણ ભાગ જેમ કે નિપલ્સ કે શિશ્નમાં સ્રાવ થતો હોય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. ઘા મટતો ન હોય

શરીર પર થયેલા ઘા સમયની સાથે રૂઝાઈ જાય છે. જો લાંબા સમય સુધી કોઈ ઘા ન રૂઝાય તો તેને અવોઈડ ન કરો. ઘા રૂઝવવામાં વાર લાગવી, તેમાં વધુ પડતો દુખાવો અથવા રક્તસ્રાવ કેન્સરનો સંકેત હોઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. બોવલ અને બ્લેડરની આદતમાં બદલાવ

મળત્યાગ અને મૂત્રાશયની આદતોમાં બદલાવ પણ કેન્સરના શરૂઆતના લક્ષણો હોઈ શકે છે. જેમાં સ્ટૂલના રંગ, સ્થિરતા, આકારમાં ફેરફાર મતલબ કે ઝાડા કે કબજિયાતનો સમાવેશ થાય છે. પેશાબ અથવા મળમાં લોહી આવવું પણ કેન્સરનું લક્ષણ હોઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. સ્તન કે શરીરના બીજા ભાગમાં ગાંઠ

જો સ્તનમાં અથવા શરીરના બીજા કોઈપણ ભાગમાં કોઈ પ્રકારની ગાંઠ જેવું લાગે તો તરત જ ડૉક્ટર પાસે જવું. આ ગાંઠ કેન્સરની શરૂઆત પણ હોઈ શકે છે. જેથી તેની તપાસ કરાવવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. લગાતાર આવતી ખાંસી

જો તમને લાંબા સમયથી કફની સમસ્યા હોય અને તે દૂર ન થઈ રહી હોય તો તે કેન્સરની નિશાની હોઈ શકે છે. આ સિવાય શ્વાસ લેતી વખતે અવાજમાં બદલાવ અને થૂંકમાં લોહી આવે તે પણ કેન્સરની નિશાની હોઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. ગળવામાં મુશ્કેલી

જો તમને ગળા કે છાતીમાં દબાણ લાગે છે અને કોઈ પણ પદાર્થ ગળવામાં તકલીફ પડતી હોય તો સાવધાન થઈ જવું. આ એક કેન્સરનો સંકેત હોઈ શકે છે. જો તમને કંઈ પણ ખાધા વગર અથવા થોડું ખાધા બાદ પણ પેટ ભરાયેલું લાગે છે, તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Cancer Signs Cancer Diagnosis Cancer Awareness Day

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ