બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / યૂરિનમાં દેખાતા આ 4 સંકેતોને ભૂલથી પણ ઇગ્નોર ન કરતા, હોઇ શકે છે આ સમસ્યા તરફ ઇશારો!

હેલ્થ / યૂરિનમાં દેખાતા આ 4 સંકેતોને ભૂલથી પણ ઇગ્નોર ન કરતા, હોઇ શકે છે આ સમસ્યા તરફ ઇશારો!

Last Updated: 05:12 PM, 16 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારે શરીરમાં યૂરિક એસિડનું લેવલ વધવા લાગે ત્યારે આપણા પેશાબમાં તેના સંકેત દેખાવા લાગે છે. આ સંકેતને ક્યારેક અવોઈડ ન કરવા જોઇએ. તે લક્ષણો કયા હોય છે તે આ એહવાલમાં જાણીશું.

યૂરિક એસિડ એ શરીરમાં કુદરતી રીતે બનનાર કચરો છે. તે શરીરમાં પ્યુરિનના તૂટવાથી બને છે. કિડની પેશાબ દ્વારા શરીરમાંથી યૂરિક એસિડ બહાર કાઢે છે. જ્યારે કિડની યોગ્ય રીતે કામ કરતી નથી ત્યારે શરીરમાં યૂરિક એસિડનું ઉત્પાદન વધારે થાય છે અને તે લોહીમાં જમા થાય છે. આ જમાં થયેલ યૂરિક એસિડ અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે, જેમાં સંધિવા સૌથી સામાન્ય બીમારી હોય છે. યૂરિક એસિડ વધવાના ઘણા કારણો હોઈ શકે છે અને તેમા  કેટલાક લક્ષણો પણ દેખાય છે. જેમાં કેટલાક સંકેતો યૂરિનમાં પણ દેખાય છે, જેના વિશે આપણે અહીંયા જાણીશું.

  • યૂરિક એસિડ વધવાના કારણો
  1. પ્યૂરીનથી ભરપૂર ખોરાક: લાલ માંસ, સીફૂડ, બીયર અને પાલક અને મશરૂમ જેવા કેટલાક શાકભાજીમાં પ્યૂરીનનું પ્રમાણ વધુ હોય છે.
  2. મેદસ્વીતાપણુ- મેદસ્વીતાપણુ શરીરમાં યૂરિક એસિડનું લેવલ વધારી શકે છે.
  3. કિડની રોગ- જ્યારે કિડની યોગ્ય રીતે કામ કરતી નથી ત્યારે યૂરિક એસિડ શરીરમાંથી બહાર નથી નીકળતુ અને લોહીમાં જમા થઈ જાય છે.
  4. અમુક દવાઓ - એસ્પિરિન અને ડાઈયૂરેટિક્સ યૂરિક એસિડનું  સ્તર વધારી શકે છે.
Urine (3)
  • યૂરિક એસિડ વધવાના લક્ષણો

યૂરિક એસિડ વધવાના શરૂઆતના તબક્કામાં કોઈ ચોક્કસ લક્ષણો દેખાતા નથી, પરંતુ જ્યારે તેનું લેવલ ખૂબ વધી જાય છે ત્યારે નીચે મુજબના લક્ષણ દેખાઈ શકે છે.

  1. સાંધાનો દુખાવો અને સોજો - આ સંધિવાના સૌથી સામાન્ય લક્ષણો છે. જે ઘણીવાર પગના અંગૂઠાના સાંધામાં થાય છે.
  2. પેશાબમાં બદલાવ : યૂરિક એસિડનું સ્તર વધવાથી પેશાબનો રંગ ઘાટો થઈ શકે છે, તેમાં ફીણ દેખાઈ શકે છે અથવા વારંવાર પેશાબની સમસ્યા પણ થઈ શકે છે.
  3. કિડનીમાં પથરી- યૂરિક એસિડ વધવાથી કિડનીમાં પથરી થઈ શકે છે.
  4. થાક અને નબળાઈ - યૂરિક એસિડના લેવલમાં વધારો થવાથી શરીરમાં સોજા આવી શકે છે, જેનાથી થાક અને નબળાઈ પણ આવી શકે છે.
  • પેશાબમાં યૂરિક એસિડ વધવાના સંકેતો
  1. પેશાબનો રંગ ઘા થવો: સામાન્ય કરતાં ઘાટ્ટો પીળો અથવા ભૂરો રંગ યૂરિક એસિડના લેવલમાં વધારો થવાનો સંકેત હોઈ શકે છે.
  2. પેશાબમાં ફીણ: યૂરિક એસિડ ક્રિસ્ટલ યૂરિનમાં ફીણ પેદા કરી શકે છે.
  3. વારંવાર પેશાબ: યૂરિક એસિડના લેવલમાં વધારો કિડની પર દબાણ લાવી શકે છે, જેના લીધે વારંવાર પેશાબ કરવાની જરૂર પડે છે.
  4. પેશાબ કરતી વખતે દુખાવો - જો કિડનીમાં પથરી હોય તો પેશાબ કરતી વખતે દુખાવો થઈ શકે છે.
Urine (2)
  • યૂરિક એસિડને આ રીતે કંટ્રોલ કરવું

સ્વસ્થ આહાર - વધારે પ્યૂરીનવાળા ખોરાક ખાવાનું ટાળો અથવા તેને ઓછી માત્રામાં ખાઓ. આ સિવાય પુષ્કળ પાણી પીવો.

વજન ઘટાડો - જો તમે જાડા છો તો વજન ઘટાડવાથી યૂરિક એસિડનું લેવલ ઘટી શકે છે.

દવાઓ:  ડૉક્ટર યૂરિક એસિડ ઘટાડવા માટેની દવાઓ આપી શકે છે.

લાઇફસ્ટાઇલમાં ફેરફાર: નિયમિત કસરત કરો, સ્ટ્રેસ ઓછો લો અને પૂરતી ઊંઘ લો.

વધુ વાંચો : આ 5 લક્ષણો દેખાય તો સમજી લેવું કે વિટામિન B12ની છે ઊણપ, ચેતી જજો!

  • ડૉક્ટરને ક્યારે બતાવવું?
    જો તમને ઉપરના કોઈપણ લક્ષણો દેખાય તો તમારે તાત્કાલિક ધોરણે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. તમારા લક્ષણો જોઈને ડૉક્ટર ટેસ્ટ કરી શકે છે અને તેને કંટ્રોલ કરવામાં તમારી મદદ કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Symptoms Urine Uric Acid
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ