બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / dont Ignore if you have to urinate frequently this may be a sign of serious diseases these reasons are also responsible

જરૂરી વાત / વારંવાર પેશાબ જવું પડે તો ન કરતા ઈગ્નોર, હોઈ શકે છે આ ગંભીર બિમારીઓના સંકેત, આ કારણો પણ છે જવાબદાર

Arohi

Last Updated: 11:58 AM, 30 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સામાન્ય રીતે એક વ્યક્તિ દિવસભરમાં 8થી 10 વખત પેશાબ કરે છે. પરંતુ તમને તેનાથી વધારે વખત પેશાબ કરવા જવું પડે છે તો તેના પાછળ ઘણા કારણો હોઈ શકે છે.

  • સામાન્ય રીતે દિવસમાં 8થી 10 વખત જવું પડે છે પેશાબ 
  • પરંતુ તેનાથી વધારે વખત પેશાબ આવે તો ન કરતા ઈગ્નોર 
  • હોઈ શકે છે આ ગંભીર બિમારીઓના લક્ષણ

એવા ઘણા લોકો છે જેમણે વારંવાર યુરિનની સમસ્યાનો સામનો કરવો પડે છે. મોટાભાગે જે લોકો વધારે પાણી પીવે છે તેમના શરીરમાં યુરિનનું પ્રમાણ વધારે બને છે. લોકો વધારે પાણી ન પીવા છતાં ખૂબ વધારે યુરિન પાસ કરે છે. એવું ત્યારે થાય છે જ્યારે કોઈ વ્યક્તિને પોતાના બ્લેડર પર કંટ્રોલ ન રહે. 

વારંવાર પેશાબ આવવાના બીજા પણ ઘણા કારણો છે. અમુક બીમારીઓના કારણે પણ વારંવાર પેશાબ આવવાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. પરંતુ ખૂબ વધારે પાણી પીવું વારંવાર પેશાબ આવવાનું મુખ્ય કારણ હોય છે. પરંતુ અમુક તમને એવી બીમારીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમને સામાન્ય કરતા વધારે પેશાબ આવવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. 

ડાયાબિટીસ 
વારંવાર પેશાબ આવવુ ડાયાબિટીસનું એક મુખ્ય સંકેત છે. યુકેની નેશનલ હેલ્થ સર્વિસ અનુસાર સામાન્ય રીતે વ્યક્તિને એક દિવસમાં 3 લીટર દારૂ પીવાની જરૂર પડે છે. પરંતુ ડાયાબિટીસની સમસ્યા થવા પર આ માત્રા 3 લીટરથી વધીને 20 લીટર સુધી થઈ જાય છે. કહેવાય છે કે જો દિવસભરમાં 7થી 10 વખત પેશાબ કરવામાં આવે છે તો તે ટાઈપ 1 અથવા ટાઈપ 2 ડાયાબિટીસની તરફ ઈશારો કરે છે. 

ઓવરએક્ટિવ બ્લેડર 
ઓવરએક્ટિવ બ્લેડર એ કંડીશન છે જેમાં વારંવાર યુરિન પાસ કરવાની ફિલિંગ હોય છે. તેના કારણે ડેલી એક્ટિવિટીઝ ડિસ્ટર્બ થઈ શકે છે. વારંવાર પેશાબ આવવો આ સ્થિતિનું એક સામાન્ય લક્ષણ છે. 

યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન 
યુરીનરી ટ્રેક્ટ ઈન્ફેક્શન એટલે UTI એક સામાન્ય બીમારી છે જે મોટાભાગે મહિલાઓમાં જોવા મળે છે. આ બીમારી ત્યારે થાય છે જ્યારે રોગાણુ મૂત્ર પ્રણાલીને સંક્રમિત કરે છે. તેની અસર કિડની, બ્લેડર અને તેને જોડતી નળી પર પડે છે. 

આમ તો યુટીઆઈ બીમારી સામાન્ય છે પરંતુ ધ્યાન આપવામાં આવે તો તેનું ઈન્ફેક્શન કિડનીમાં ફેલાઈ શકે છે અને કોઈ ગંભીર બીમારીનું કારણ બની શકે છે. UTIના કારણે પણ વ્યક્તિને વારંવાર પેશાબ કરવાની જરૂર પડે છે. આ સમસ્યાના કારણે વારંવાર યુરિનમાં લોહી પણ જોવા મળે છે. 

પુરૂષોમાં પ્રોસ્ટેટથી સંબંધિત સમસ્યાઓ 
પુરૂષોમાં વારંવાર પેશાબ આવવો પ્રોસ્ટેટની સમસ્યાઓનો સંકેત હોઈ શકે છે. તેમાં શામેલ છે બિનાઈન પ્રોસ્ટેટિક હાઈપરપ્લેસિયા, જે વધતા પ્રોસ્ટેટની તરફ ઈશારો કરે છે. પ્રોસ્ટેટાઈટિસ, જે એક જીવાણુ સંક્રમણના કારણે પ્રેસ્ટેટના સોજાની તરફ ઈશારો કરે છે. પ્રોસ્ટેટ કેન્સર, જે ત્યારે થાય છે જ્યારે પ્રોસ્ટેટમાં કોશિકાઓ અનિયંત્રિત રૂપથી વધવા લાગે છે. 

મહિલાઓમાં વારંવાર પેશાબ આવવાનું કારણ
જ્યા સુધી મહિલાઓનો સવાલ છે, UTI, ઓવર એક્ટિવ બ્લેડર, બ્લેડર ઈન્ફેક્શન અને ડાયાબિટીસ ઉપરાંત ઘણી સ્થિતિઓ પેશાબ વધવા અને વારંવાર આવવાનું કારણ બની શકે છે. તેમાં પ્રેગ્નેન્સી, ફાઈબ્રોઈડ, મેનોપોઝ અને ઓવેરિયન કેન્સરનો સમાવેશ થાય છે. એવામાં જરૂરી છે કે તમે આ સમસ્યા થવા પર ડોક્ટરનો સંપર્ક કરો. 

સંકળાયેલા મુદ્દાઓ

UTI diseases responsible urinate frequently યુરિન urinate frequently
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ