બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Health / ખોરાક અને રેસીપી / લીંબુ સાથે અજાણતા પણ ન ખાતા આ 4 વસ્તુઓ, પેટમાં બનશે ઝેર, દિવસભર રહેશે અકળામણ

સ્વાસ્થ્ય / લીંબુ સાથે અજાણતા પણ ન ખાતા આ 4 વસ્તુઓ, પેટમાં બનશે ઝેર, દિવસભર રહેશે અકળામણ

Last Updated: 08:30 PM, 12 July 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લીંબુ અનેક બાબતોમાં કામમાં આવે છે. તેનાથી શરીર હાઈડ્રેટ રહે છે. ત્વચા માટે પણ તે ફાયદાકારક છે. પરંતુ તેને અમુક વસ્તુ સાથે સેવન ન કરવું જોઈએ.

લીબુંના સેવનથી શરીરને જરૂરી તત્વ મળે છે. તેમાં ભરપૂર માત્રામાં વિટામિન C, એન્ટી ઓક્સિડન્ટ અને સાઇટ્રિક એસિડ પણ હોય છે. લીંબુ પાણી શરીરને હાઈડ્રેટ રાખવાનું પણ કામ કરે છે. લીંબુનો ઉપયોગ ખાવાનો સ્વાદ વધારવા માટે પણ થાય છે. પરંતુ લીંબુને કેટલીક વસ્તુઓ સાથે ખાવાથી શરીરને નુકશાન થાય છે. તેનાથી અનેક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા થઈ શકે છે. અહીંયા જાણીશું કે કઈ વસ્તુ સાથે લીંબુનું સેવન ન કરવું જોઈએ.

  • દૂધ

દૂધ સાથે લીંબુનું સેવન કરવાથી પેટની સમસ્યા થાય છે. ગેસ, અપચો જેવી સમસ્યા થઈ શકે છે. લીંબુમાં સામેલ એસિડિક તત્વ દૂધના પ્રોટીનને ફાડી નાખે છે. તેનાથી પાચનક્રિયામાં મુશ્કેલી પડે છે.માછલી માછલી સાથે પણ લીંબુનું સેવન ન કરવું જોઈએ. તેમ કરવાથી માછલીનું પોષણ શરીરને પૂરતું મળતું નથી. લીંબુ માછલીને પચાવવામાં બાધા ઉત્પન્ન કરે છે. આથી માછલીના તત્વ શરીરને નથી મળતા.

વધુ વાંચો : ઘરમાં આટલી સંખ્યામાં પગથિયાં હોય તો અશુભ, વાસ્તુ નિયમ પ્રમાણે અચૂક કરો આ ફેરફાર

  • દહીં 

લીંબુને; દહીસાથે પણ ન લેવું જોઈએ. તે પાચનતંત્ર માટે હાનીકારક હોય છે. લીંબુનું એસિડ દહીમાં સામેલ સારા બેક્ટેરિયાને ખતમ કરી નાખે છે. આમ કરવાથી પાચનતંત્ર કમજોર પડે છે. એસિડિટીની સમસ્યા પણ થાય છે.

  • ઈંડુ 

પેટ માટે ઈંડા સાથે લીંબુંનું સેવન પણ ભારે પડી શકે છે. તેમ કરવાથી પેટ ભારે લાગવું કે અપચો જેવી સમસ્યા થઈ શકે છે. ઈંડાનું પ્રોટીન પચાવામાં લીંબુ બાધા ઉત્પન્ન કરે છે. તેનાથી પેટમાં ગરબડ થઈ શકે છે.

PROMOTIONAL 4

ઉલ્લેખનીય છે કે, ભલે લીંબુ સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય પરંતુ તેનું વધુ પડતું સેવન પણ અમુક મુશ્કેલી ઊભી કરે છે.  તેના વધુ સેવનથી પેટમાં બળતરા, મોઢુ છોલાવવું કે પછી એસિડિટી થઈ શકે છે. આથી લીંબુનું માપસર જ સેવન કરવું જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Side Effects Lemon Health
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ