બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Don't do drink and drive board in Gujarat Police Station
Gayatri
Last Updated: 05:12 PM, 10 December 2019
ADVERTISEMENT
ટ્રાફિક અંગે જાગૃતિ આવે તે માટે વેજલપુર પોલીસ સ્ટેશનના ગેટ પર વાહનચાલકોને દેખાય તેવી રીતે ટ્રાફિકના નિયમોના પાલન કરવાની સૂચનાઓ લગાવીને એક નવી પહેલ શરૂ કરી છે. ખીચોખીચ મુસાફરો ભરેલું વાહન ચલાવવું નહીં કે તેમાં બેસવું નહીં....શરાબ પીકર ગાડી ચલાયેગા તો મૌત કી ગેરન્ટી મુફ્તમાં પાયેંગે....બેથી વધુ માણસો બેસાડવાથી વાહનના સંતુલનને અસર થતાં અકસ્માતની શક્યતા વધે છે....શોખ સંદેશ મેં ના બદલ જાયે ઇસસે પહલે હેલ્મેટ લગાયેં આગવી અનેક સૂચનાનાં બોર્ડ વેજલપુર પોલીસે તેમના પોલીસ સ્ટેશનના ગેટ પર લગાવેલાં છે.
શહેરમાં 48 પોલીસ સ્ટેશન
ADVERTISEMENT
નવો મોટર વિહિકલ એક્ટ લાગુ થઇ ગયો છે ત્યારે વાહનચાલકો હજુ પણ પોતાની રીતે વાહનો ચલાવે છે. જુહાપુરાથી વાસણા જવાના રોડ પર ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન છે ત્યારે નાના-મોટા અકસ્માતના બનાવ પણ આ રોડ પર અનેક બની રહ્યા છે. અકસ્માતની ઘટનાઓ ઘટે અને લોકોમાં ટ્રાફિકની જાગૃતિ આવે તે માટે પોલીસે આ પહેલ શરૂ કરી છે. શહેરમાં 48 પોલીસ સ્ટેશન આવેલાં છે, જેમાં વેજલપુર એકમાત્ર પોલીસ સ્ટેશન છે, જેણે ટ્રાફિકની જાગૃતિ માટે આ રીતે બોર્ડ લગાવેલાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.