કપિલ દેવ સાથે પંડ્યાની તુલના કરાતા ભડક્યા ગાવાસ્કર

By : kaushal 11:44 AM, 07 August 2018 | Updated : 11:44 AM, 07 August 2018
છેલ્લા કેટલાક સમયથી ટીમ ઈન્ડિયાના યુવા ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની તુલના મહાન ખેલાડી કપિલ દેવ સાથે કરવામાં આવી રહી હતી. આ મામલે પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવાસ્કરે ચુપ્પી તોડી છે. લિટિલ માસ્ટરે બંન્નેની તુલનાને બકવાસ કરાર આપ્યો છે. ગાવાસ્કરે કહ્યુ કે કપિલ સૌ વર્ષમાં એક વાર પેદા થનારો ક્રિકેટર છે અને તેની સાથે કોઈની તુલના ન થઈ શકે.

આ બંન્ને ક્રિકેટરોની તુલના કરવાની કેટલાક વિશેષજ્ઞોની આદતોના વિશે જ્યારે તેમને પુછવામાં આવ્યુ તો ગાવાસ્કરે તેનાથી બિલકુલ પણ પ્રભાવિત ન દેખાયા. નારાજ દેખાતા ગાવાસ્કરે કહ્યુ કે, 'કપિલ દેવ સાથે કોઈની તુલના ન કરવી જોઈએ. તે એક પેઢીમાં એક વાર પેદા થનારો ખેલાડી નહીં પણ સૌ વર્ષમાં એક વાર પેદા થનારો ક્રિકેટર છે જેમ કે સર ડોન બ્રેડમેન અને સચિન તેંદુલકર. આપણે કોઈની સાથે તેમની તુલના ન કરી શકીએ.'

ગાવાસ્કર લાંબા સમયથી બેસ્ટમેન શિખર ધવનના રવૈયાથી પણ નાખુશ છે. દિલ્હીના આ ખેલાડીએ બર્મિંઘમમાં પહેલા ટેસ્ટમાં 26 અને 13 રનની ઈનિંગ રમી. ગાવાસ્કરે કહ્યુ, 'શિખર પોતાના ખેલામાં બિલકુલ ફેરફાર કરવા માંગતા નથી. તેનો વિશ્વાસ એ પ્રકારે રમવામાં છે જેને અત્યાર સુધી તેને સફળતા દેખાડી છે.'

ભારત પાંચ મેચોની શ્રૃખંલામાં 0-1થી પાછળ રહ્યુ છે અને ગાવાસ્કરે કહ્યુ કે પાછળ હોવાને કારણે ભારતને લોર્ડ્સમાં અતિરિક્ત બેસ્ટમેન સાથે ઉતરવું જોઈએ.Recent Story

Popular Story