H3N2 વાઇરસે હાલ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે આ વાઇરસને લઇ એઇમ્સના ડિરેક્ટરે કહ્યું છે કે, કોરોના દરમિયાન જે સાવચેતી રાખી હતી તે મુજબ જ આ વાઇરસ માં પણ સાવચેતી જરૂરી છે.
H3N2 વાઇરસને લઇ એઇમ્સના ડિરેક્ટર નું નિવેદન
અન્ય વાઇરસ ની જેમ આ પણ એક વાઇરસ છે
લોકોએ ડરવાની જરૂર નથી પણ સાવચેતી પણ જરૂરી છે
રાજકોટ એઈમ્સના ડાયરેકટર ર્ડા.સી.ડી.એસ.કટોચે H3N2 વાઇરસને લઇ નિવેદન આપ્યું છે. જે અન્ય વાયરસની જેમ એક વાઈસર છે. ત્યારે લોકોએ કાળજી લેવાની જરૂર છે. કોરોના દરમિયાન સાવચેતી રાખવાની જરૂર હતી. તે મુજબ જ આ વાઈરસમાં પણ સાવચેતી રાખવાની જરૂર છે. ત્યારે લોકોએ ડરવાની જરૂર નથી પણ સાવચેતી જરૂરી છે.
ર્ડા.સી.ડી.એસ.કટોચ(ડાયરેકટર, રાજકોટ એઈમ્સ)
H3N2 જે ઈન્ફલ્યુએન્ઝા એ વાયરસનો વેરિએન્ટ છે
વધુમાં એઈમ્સનાં ડાયરેકટરે જણાવ્યું હતું કે H3N2 જે વાયરસ છે ઈન્ફલ્યુએન્ઝા એ વાયરસનો વેરિએન્ટ છે. જેમ કે તમે જોયું હશે કે 2019-20 માં H1N1 સ્વાઈન ફ્લુ વાયરલ આવ્યો હતો. પરંતું હવે આ વાયરસ જે છે જે સીઝન ટુ સીઝન બહાર આવી રહ્યા છે. ત્યારે જો તમને કોઈ નવો કોઈ વાયરસ તમને ઈન્ફેક્શન કરે ત્યારે તમારામાં સીમટમ્ટ વધારે આવશે. પરંતું જો જૂનો વાયરલ તમને ઈન્ફેક્શન કરે તો તમે બે દિવસમાં સાજા થઈ જશો. હાલમાં કોરોનાંનાં કેસ પણ વધી રહ્યા છે. ત્યારે વાયરસ તો માણસ, પક્ષી, પશુ તમામમાં રહેલા હોય છે. ત્યારે આ વાયરસ જ્યારે બીજી બોડીમાં જાય છે. ત્યારે નાના મોટા કેસ સીઝનલ આવતા રહે છે. ત્યારે હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને તેઓએ સાવચેતી રાખવી જરૂરી છે. જેમાં તેઓએ ડીસ્ટન્સ રાખવું, ખાંસી કે છીંક આવે તો રૂમાલ રાખવો જોઈએ.
શું કોવિડ રસી H3N2 વાયરસ સામે રક્ષણ આપી શકે છે?
સીકે બિરલા હોસ્પિટલ, ગુડગાંવના ક્રિટિકલ કેર અને પલ્મોનોલોજીના વડા ડો. કુલદીપ કુમાર ગ્રોવરે જણાવ્યું હતું કે, કોવિડ -19 અને H3N2 વાયરસ એકબીજાથી સંપૂર્ણપણે અલગ છે. કોઈપણ વાયરસની રસી તે વાયરસની પ્રકૃતિ, ફેલાવાની આવર્તન વગેરેના આધારે બનાવવામાં આવે છે. કોવિડ-19 અને H3N2 વાયરસની પ્રકૃતિ અને આવર્તન અલગ છે તેથી કોવિડ રસી આ ઈન્ફલ્યુએન્ઝા વાયરસ સામે રક્ષણ કરવામાં મદદ કરશે નહીં. જો કોઈ વાયરસ માટે ચોક્કસ રસી બનાવવામાં આવે છે, તો તે વાયરસ અનુસાર રોગપ્રતિકારક શક્તિ વિકસાવે છે. મિશ્રાએ કહ્યું, આપણે દેશમાં જે વાયરસ ફેલાતા જોઈ રહ્યા છીએ તે નવા લક્ષણો સાથેનો સામાન્ય ફ્લૂ છે જેના કારણે તે લાંબા સમય સુધી ચાલુ રહે છે.
માસ્ક લગાવો, હાથ સાફ રાખો
કોવિડ -19 વાયરસથી વિપરીત તે ટૂંક સમયમાં સમાપ્ત થઈ જશે. પરંતુ જો તમને લક્ષણો લાગે છે તો ચોક્કસપણે તેનું પરીક્ષણ કરો. આ માટે તમામ આરોગ્ય અધિકારીઓએ તેનું નિરીક્ષણ કરવું જોઈએ. રાકેશ મિશ્રા વધુમાં કહે છે, અન્ય કોઈપણ વાયરસની જેમ H3N2 વાયરસથી બચવા માટે યોગ્ય સાવચેતી રાખો, માસ્ક લગાવો, હાથ સાફ રાખો અને સ્પર્શ કરવાનું ટાળો. ચેપ ટાળવા માટે વારંવાર ચહેરો-આંખો પર વારંવાર હાથ ન ફેરવો, લોકોએ માસ્ક પહેરવું જરૂરી છે. ફેસ માસ્ક ફલૂના ફેલાવાને અટકાવી શકે છે અને હાનિકારક કણોને શરીરમાં પ્રવેશતા પણ રોકી શકે છે તેથી માસ્ક પહેરો.