બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Donald Trump's re-entry on FB and YouTube, shared the post and wrote, I'M BACK

વાપસી / FB અને YouTube પર ડોનાલ્ડ ટ્રમ્પની રિએન્ટ્રી, પોસ્ટ શેર કરીને લખ્યું, I'M BACK

Megha

Last Updated: 08:48 AM, 18 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ફેસબુક અને યુટ્યુબ પર પાછા ફર્યા છે. આ વિશે પોસ્ટ કરતાં ટ્રમ્પે લખ્યું કે- I'M BACK! જેનો અર્થ છે કે હું પાછો આવ્યો છું!

  • પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિએ લખ્યું- I'M BACK!
  • સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પાછા ફર્યા ટ્રમ્પ
  • આ કારણે એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું હતું

માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર બાદ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ ફેસબુક અને યુટ્યુબ પર પાછા ફર્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પાછા ફર્યા બાદ ટ્રમ્પે ફેસબુક પર એક પોસ્ટ કરી હતી અને આ પોસ્ટમાં પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિએ લખ્યું- I'M BACK! જેનો અર્થ છે કે હું પાછો આવ્યો છું!  

રાજનેતાઓને સાંભળવાની સ્વતંત્રતા મળવી જોઈએ
આ પોસ્ટના અનેક રાજકીય અર્થ પણ થઈ શકે છે. નોંધનીય છે કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જે મેટા કંપની ચલાવે છે તેને 25 જાન્યુઆરી 2023 ના રોજ કહ્યું હતું કે તે ટ્રમ્પનું એકાઉન્ટ એકવાર શરૂ કરવા જઈ રહી છે. આ જાહેરાતની સાથે કંપનીએ કહ્યું છે કે રાજનેતાઓને સાંભળવાની સ્વતંત્રતા મળવી જોઈએ પણ જો ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે પહેલા કરતા વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે. 

આ કારણે એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું હતું
જણાવી દઈએ કે ડોનાલ્ડ ટ્રમ્પના સોશિયલ મીડિયા એકાઉન્ટને અલગ-અલગ પ્લેટફોર્મ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. 6 જાન્યુઆરી 2021 ના ​રોજ અમેરિકાના કેપિટોલ હિલ (સંસદ)માં હિંસા કેસ પછી રોજ પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. જો કે ડોનાલ્ડ ટ્રમ્પનું એકાઉન્ટ ફરી શરૂ કરવામાં આવી રહ્યું છે. 

ચૂંટણીમાં ટ્રમ્પને થઈ શકે છે ફાયદો 
ફેસબુક અને યુટ્યુબ પર ટ્રમ્પની વાપસીની ઘણી રાજકીય અસરો થઈ શકે છે. કારણ કે સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર કરીને ચૂંટણી માટે ફંડ એકત્ર કરી શકાય છે. વર્ષ 2024માં અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી થવાની છે. આવી સ્થિતિમાં ટ્રમ્પને આનાથી ઘણો ફાયદો થવાની આશા છે. જણાવી દઈએ લે ટ્રમ્પના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર ઘણા સારા ફોલોઅર્સ છે. 

ફેબ્રુઆરી સુધીમાં ટ્રમ્પના ઇન્સ્ટાગ્રામ પર 23 મિલિયન અને ફેસબુક પર 34 મિલિયન ફોલોઅર્સ હતા. ટ્રમ્પ અભિયાનના પ્રવક્તાએ જાન્યુઆરીમાં કહ્યું હતું કે ફેસબુક પર ટ્રમ્પની વાપસી '2024'માં મતદારો સુધી પહોંચવા માટે એક મહત્વપૂર્ણ હથિયાર સાબિત થશે.

સંકળાયેલા મુદ્દાઓ

Donald Trump Donald Trump news ડોનાલ્ડ ટ્રમ્પ ડોનાલ્ડ ટ્રમ્પની રીએન્ટ્રી Donald Trump
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ