'Howdy Modi' કાર્યક્રમ 22 સપ્ટેમ્બરે હ્યુસ્ટનમાં યોજાવવા જઈ રહ્યો છે. તેમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પણ જોડાશે તેવી પુષ્ટિ વ્હાઈટ હાઉસે કરી છે. કાશ્મીર પર અનેકવાર ચર્ચાઓ કર્યા બાદ પણ પાકિસ્તાન પીએમ ઈમરાન ખાનના પક્ષમાં કોઈ નથી. અમેરિકાના પ્રવાસ દરમિયાન તેઓ ફરી કાશ્મીર મુદ્દો ઉઠાવવાના સપના જોઈ રહ્યા છે પણ અહીં તેમને તેનાથી પણ મોટો ઝટકો લાગી શકે છે.
પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રંપ લેશે ભાગ, વ્હાઈટ હાઉસે કરી પુષ્ટિ
કાર્યક્રમમાં 50 હજારથી વધુ લોકો લેશે ભાગ
પીએમ મોદી જશે અમેરિકાના પ્રવાસેે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21થી 27 સપ્ટેમ્બર સુધી અમેરિકીના પ્રવાસે જશે. આ દરમિયાન PM મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક સાથે એક મંચ પર રહેશે. 22 સપ્ટેમ્બરે હ્યૂસ્ટનમાં PM મોદી અને ટ્રમ્પ એક સાથે ભારતીય-અમેરિકી લોકોને સંબોધન કરશે. વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે 22 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ ટ્રમ્પ, ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહત્વપૂર્ણ ભાગીદારી કરવા માટે હ્યૂસ્ટન, ટેક્સાસ અને વૈપકોટેના ઓહિયોનો પ્રવાસ કરશે.
હ્યૂસ્ટનમાં PM મોદીની સાથે ડોનાલ્ડ ટ્રંપ પણ એક કાર્યક્રમમાં હાજર રહેશે. આ મામલે ભારતીય રાજદૂત હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું કે બન્ને નેતાઓ Howdy Modi કાર્યક્રમને સંબોધન કરશે જે ઐતિહાસિક અને અભૂતપૂર્વ છે. તમને જણાવી દઈએ કે અમેરિકાના આ પ્રવાસ દરમિયાન PM મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના વાર્ષિક સત્રને પણ સંબોધિત કરશે. અને ન્યૂયોર્કમાં દ્વિપક્ષીય અને બહુપક્ષીય વાર્તામાં પણ સામેલ થશે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 74મા સત્રમાં વક્તાઓની યાદી મુજબ PM મોદીનું સંબોધન 27 સપ્ટેમ્બરે હશે. ત્યારબાદ પાકિસ્તાનના ઈમરાન ખાન સંબોધન કરશે.
પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રંપની ફાઈલ તસવીર
ટ્રંપ -મોદી એક મંચ પર, ઈમરાનને લાગશે મોટો ઝટકો
હાલમાં ઈમરાન ખાન ગુસ્સામાં છે અને અનેક વાર વિચિત્ર નિવેદનો આપી રહ્યા છે. પોતાની અમેરિકાની યાત્રામાં તેઓ બે વખત ટ્રંપને મળશે. તો ટ્રંપ પીએમ મોદીના કાર્યક્રમમાં સામેલ થશે. વ્હાઈટ હાઉસે તેની પુષ્ટિ પણ કરી છે. 22 સપ્ટેમ્બરે હ્યુસ્ટનમાં પીએમ ભારતીય સમુદાયને સંબોધિત કરી રહ્યા છે. આ મોટા કાર્યક્રમમાં 50 હજારથી વધારે લોકો જોડાશે. 'Howdy Modi'નામના આ કાર્યક્રમમાં ડોનાલ્ડ ટ્રંપ પણ ભાગ લેશે. પાકિસ્તાનને માટે આ મોટો ઝટકો હશે કારણે કે વિશ્વ સ્તર પર ભારતની છબી ખરાબ કરવાની ઈમરાનની તમામ કોશિશ અસફળ રહી છે. આ સમયે ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર પણ પોતાના સમકક્ષો સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરશે. જેના માટે તેઓ ફિનલેન્ડથી અમેરિકા જશે.
ઈતિહાસમાં પહેલી વાર એવું બનશે કે જ્યારે બે તાકાતવર દેશોના પીએમ એકસાથે મંચ પર આવશે. ઉલ્લેખનીય છે કે કાર્યક્રમમાં હાલમાં 50 હજાર લોકો રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે જ્યારે હજુ પણ 8000 લોકો વેટિંગ લિસ્ટમાં છે.
વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી સ્ટેફિની ગ્રિશેમે જાહેર કર્યું કે મોદી-ટ્રંપની પહેલી સંયુકત રેલીના કારણે ભારત -અમેરિકાના સંબંધો સુધરશે, પહેલી વાર જ્યારે હજારો અમેરિકી અને ભારતીયો એક જગ્યાએ સાથે હશે. ત્યારે અમેરિકામાં ભારતીય રાજદૂત હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું કે ડોનાલ્ડ ટ્રંપનું આ ઈવેન્ટમાં હોવું એ ઐતિહાસિક છે. આ ભારત અને અમેરિકાના સંબંધોને મજબૂત થતાં બતાવે છે.
US President Donald Trump will join Prime Minister Narendra Modi in "Howdy, Modi!" event in Houston on September 22, confirms White House
'Howdy Modi' પોપ પછી અમેરિકામાં કોઈ વિદેશી લિડરના આયોજિત કરાનારો સૌથી મોટો કાર્યક્રમ હશે. આ કાર્યક્રમમાં 50થી પણ વધારે અમેરિકી સાંસદ સામેલ થઈ શકે છે. પીએમ મોદીના ફરીથી જીતીને સત્તામાં આવ્યા બાદ અમેરિકામાં આ પહેલો કાર્યક્રમ છે. આ પહેલાં પીએમ માટે મૈડિસન સ્કવાયર ગાર્ડન અને કૈલિફોર્નિયાના સિલિકોન વેલીમાં કાર્યક્રમ યોજાયો હતો. 'Howdy Modi'માં તેનાથી પણ બમણા લોકો સામેલ થવાનો અંદાજ છે.