બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / વિશ્વ / ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત, જેડી વેંસ ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર, ભારત સાથે ખાસ કનેક્શન
Last Updated: 09:34 AM, 16 July 2024
JD Vance : અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી 2024ની સ્પર્ધા રસપ્રદ બની રહી છે. જો બધું બરાબર રહ્યું તો ભારતની પુત્રી કમલા હેરિસ બાદ ભારતના જમાઈ જેડી વેન્સ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બની શકે છે. હા ડોનાલ્ડ ટ્રમ્પે જેડી વેન્સને તેમના રનિંગ મેટ તરીકે પસંદ કર્યા છે, એટલે કે રિપબ્લિકન પાર્ટીના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર. અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ઓહિયોના સેનેટર જેડી વેન્સના નામને મંજૂરી આપી હતી.
ADVERTISEMENT
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન સેનેટર જેડી વેન્સને પોતાનો રનિંગ મેટ બનાવીને બધાને ચોંકાવી દીધા છે. અગાઉ વિવેક રામાસ્વામીની ચર્ચા હતી પરંતુ જેડી વેન્સના નામની જાહેરાત બાદ વિવેક રામાસ્વામીની આશાને ફટકો પડ્યો છે. ટ્રમ્પના આ નિર્ણયથી રિપબ્લિકન નેતા જેડી વેન્સનું કદ વધુ વધી ગયું છે. જેડી વેન્સ વર્ષોથી ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરી રહ્યા છે. પરંતુ હવે તેમણે ટ્રમ્પનો પોપ્યુલિસ્ટ એજન્ડા અપનાવ્યો છે. આ રીતે ટ્રમ્પના ટીકાકાર હવે તેમના સાથી બની ગયા છે. ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ પ્લેટફોર્મ પર જાહેરાત કરી હતી કે, હતી, લાંબા વિચારણા અને અન્ય ઘણા પ્રતિભાશાળી લોકોને ધ્યાનમાં લીધા પછી, મેં નક્કી કર્યું છે કે યુનાઇટેડ સ્ટેટ્સના ઉપરાષ્ટ્રપતિ પદ માટે સૌથી યોગ્ય વ્યક્તિ ઓહિયો રાજ્યના સેનેટર છે જેડી વેન્સ.
ADVERTISEMENT
Do you Support Donald Trump and JD Vance?
— Donald J. Trump 🇺🇸 News (@DonaldTNews) July 15, 2024
A. Yes
B. No
If YES, I will Follow You Back! 🇺🇸 https://t.co/tpBHvomCBe pic.twitter.com/96YoRpMEV3
વધુ વાંચો : અમેરિકામાં સેટલ થવું સરળ બનશે! USની સંસદમાં ભારતીય સ્ટુડન્ટ્સના હિતમાં બિલ રજૂ
તો જેડી વેન્સ બનશે ઉપરાષ્ટ્રપતિ બનશે
ડોનાલ્ડ ટ્રમ્પની આ પસંદગી રિપબ્લિકન નેશનલ કન્વેન્શનના પ્રથમ દિવસે અને પેન્સિલવેનિયામાં તેમની રેલીમાં ઘાતક હુમલામાં બચી ગયાના બે દિવસ બાદ જ થયું છે. હવે જો ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી જશે તો જેડી વેન્સ ઉપરાષ્ટ્રપતિ બનશે. જો આમ થશે તો કમલા હેરિસ બાદ ભારતના જમાઈ જેડી વેન્સ ઉપરાષ્ટ્રપતિ બનશે. કમલા હેરિસની જેમ જેડી વેન્સની પત્ની પણ ભારતીય મૂળની અમેરિકન નાગરિક છે. જેડી વાંસની પત્નીનું નામ ઉષા વાન્સ છે. જેડી તેમની સફળતાનો શ્રેય ઉષા વાંસને આપે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.